ETV Bharat / state

સુરતમાં અંતે BJP અને કોંગ્રેસે ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટીકિટ

સુરત: લોકસભા બેઠક પરથી કેન્દ્રીય કોંગ્રેસ બોર્ડ કમિટી દ્વારા ગઇકાલે રાત્રિએ ઉમેદવારની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી. સુરત લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારોની જાહેરાતને પગલે છેલ્લા કેટલાક દિવસોથી ભારે સસ્પેન્સ ચાલી રહ્યું હતું જેનો હવે સુ:ખદ અંત આવી ગયો છે. બંને પાર્ટી કયા ઉમેદવારોને ટીકીટ આપશે, તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી હતી. લાંબી અટકળો બાદ બંને પાર્ટી દ્વારા ઉમેદવારોના નામો જાહેર કરાયા છે. ભાજપે થિયરી નીતિ અપનાવી  દર્શના ઝરદોષને ફરી ત્રીજી ટર્મ માટે રિપીટ કર્યા છે, જ્યારે કોંગ્રેસે મૂળ ભાવનગરના વતની અને પાટીદાર યુવા નેતા અશોક આધેવાળાને ટીકીટ આપી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 3, 2019, 8:04 PM IST

સુરત લોકસભા બેઠક પર જાતીય સમીકરણના આધારેકોંગ્રેસ પાર્ટીએ મૂળ પાટીદાર યુવા નેતા અશોક આધેવાળાને ભાજપના મહિલા નેતા સામે મેદાનમાં ઉતાર્યા છે.

BJP અને કોંગ્રેસે ઉમેદવાર કર્યા જાહેર

મૂળ ભાવનગરના વતની અને છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર તરીકે રહેલા અશોક આધેવાળાનું સુરત લોકસભા બેઠક પરથી નામ જાહેર થતા સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.

સુરત લોકસભા બેઠક પર જાતીય સમીકરણના આધારેકોંગ્રેસ પાર્ટીએ મૂળ પાટીદાર યુવા નેતા અશોક આધેવાળાને ભાજપના મહિલા નેતા સામે મેદાનમાં ઉતાર્યા છે.

BJP અને કોંગ્રેસે ઉમેદવાર કર્યા જાહેર

મૂળ ભાવનગરના વતની અને છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર તરીકે રહેલા અશોક આધેવાળાનું સુરત લોકસભા બેઠક પરથી નામ જાહેર થતા સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.

R_GJ_05_SUR_03MAR_CONG_SURAT_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : લોકસભા બેઠક પરથી કેન્દ્રીય કોંગ્રેસ બોર્ડ કમિટી દ્વારા મંગળવાર ની  મોડી  સાંજે ઉમેદવાર ની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી.સુરત લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો ની જાહેરાત ને પગલે છેલ્લા કેટલાક દિવસોથી ભારે સસ્પેન્સ ચાલી રહ્યું હતું.બંને પાર્ટી ક્યાં ઉમેદવારો ને ટીકીટ આપશે તેના પર સૌ કોઈ ની મીટ મંડાયેલી હતી.જ્યાં આખરે લાંબી અટકળો બાદ બંને પાર્ટી દ્વારા ઉમેદવારો ના નામો જાહેર કરાયા...ભાજપ થિયરી નીતિ અપનાવી  દર્શના ઝરદોષ ને ફરી ત્રીજી ટર્મ માટે રિપીટ કરાયા તો કોંગ્રેસે મૂળ ભાવનગર ના વતની અને પાટીદાર યુવાનેતા અશોક આધેવાળા ને ટીકીટ આપી છે.

સુરત લોકસભા બેઠક પર જાતીય સમીકરણના આધારે  કોંગ્રેસ પાર્ટીએ મૂળ પાટીદાર યુવાનેતા અશોક આધેવાળા ને ભાજપ ના મહિલા નેતા સામે મેદાનમાં ઉતાર્યા છે.મૂળ ભાવનગર ના વતની અને છેલ્લા પચીસ વર્ષથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર તરીકે રહેલા અશોક આધેવાળા નું સુરત લોકસભા બેઠક પરથી નામ જાહેર થતા સમર્થકો માં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો.વરાછા હીરા બાગ વિસ્તારમાં તેમના સમર્થકો દ્વારા ઢોલ નગારા ના તાલે ઉજવણી કરવામાં આવી.કાર્યકરો અને સમર્થકોએ ફટાકડા ફોડી અશોક આધેવાળા નું મીઠાઈ વડે મોઢું મીઠું કરાવ્યું.કેટલાક સમર્થકોએ તો અશોક આધેવાળા ને ખંભા પર ઊંચકી બુકે આપી ટીકીટ મળવા બદલ શુભેચ્છા પણ પાઠવી.

અશોક આધેવાળા ને સુરત લોકસભા બેઠક પરથી જંગી બહુમતી થી જીતાડવા કાર્યકરોએ ઉત્સાહ અને ઉમંગ થી તૈયારી બતાવી.મીડિયા સાથે ની વાતચીતમાં અશોક આધેવાળા એ જણાવ્યું કે,પાર્ટીએ મૂળ સૌરાષ્ટ્રવાસી પર પસંદગી ઉતારી છે.પાર્ટીએ ભરોસો મૂકી મારી ટીકીટ ફાયનલ કરી છે.મજબૂત સંગઠનની સાથે જંગી બહુમતી થી લીડ હાંસલ કરવાનો લક્ષ્યાંક સુરત લોકસભા બેઠકની ચૂંટણીમાં છે.


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.