સુરતઃ શહેર મહાનગર પાલિકા દ્વારા શહેરના તમામ ઓવારા ઉપર લોકો મોટી સંખ્યામાં એકત્ર ન થાય એ માટે પ્રતિબંધ મુકાયો છે. જે રીતે સુરતમાં સતત કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને બીજી બાજૂ ઉત્સવની શરૂઆત થઈ રહી છે. તેથી લોકો મોટી સંખ્યામાં ઓવારા ઉપર ભેગા થઈ શકે છે. જેથી જાહેરનામું પ્રસિદ્ધ કરીને તમામ ઓવારા પર અવરજવરનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
હાલ શહેરમાં દશામા વ્રતને લઇને મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. દસ દિવસ બાદ દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે અને દર વર્ષની જેમ આ ઉત્સવમાં લોકો મોટી સંખ્યામાં ભેગાં થતાં હોય છે અને આવી સ્થિતિમાં કોરોના સંક્રમણ એકબીજાને લાગી શકે છે, તેવી આશંકાથી પાલિકાએ હાલ પૂરતો પ્રતિબંધ લગાવ્યો છે.