સુરતના ઉધના રેલવે સ્ટેશન નજીક વિદ્યાર્થીની જ્યારે ચાલુ ટ્રેનમાં હતી, ત્યારે મોબાઈલની લૂંટના ઇરાદે યુવતીને લાકડી વડે મારવામાં આવી હતી. લાકડા ગેંગે લૂંટના ઇરાદે ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનામાં નવસારીની યુવતીએ પગ ગુમાવ્યા બાદ રેલવે પોલીસ સહિત GPF હરકતમાં આવી છે. જો કે, સમગ્ર ઘટનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી અને અન્યની શોધખોળ ચાલુ છે. ઘટનાની ગંભીર નોંધ રેલવે તંત્ર દ્વારા લેવામાં આવી છે.
GRP અને RPFના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળનો ચિતાર મેળવ્યો છે. વાંરવાર બની રહેલી ઘટનાના કારણે પોલીસના ઉચ્ચ અધિકારીઓ જાતે ઉધના રેલવે સ્ટેશનના ટ્રેક નજીક પેટ્રોલીગ કર્યું છે. ગત તારીખના રોજ આરોપીઓએ દ્વારા મોબાઈલ લૂંટના ઇરાદે ચાલુ ટ્રેનમાં બેઠેલી યુવતી પર લાકડી વડે ઘાં કરતા યુવતી ટ્રેનથી નીચે પટકાઈ હતી. જે દરમિયાન યુવતીએ પોતાનો પગ ગુમાવ્યો હતો. ઘટનામાં રેલવે પોલીસે RPFની મદદથી ઝૂબેર શેખ નામના આરોપીને ઝડપી પાડ્યો હતો.