સાબરકાંઠા : સાબરકાંઠા, અરવલ્લી તેમજ ગુજરાત અને રાજસ્થાન બોર્ડર ઉપર છેલ્લા કેટલાક (Theft Sandalwood in Sabarkantha) સમયથી ચંદનના ઝાડની ચોરી કરવાના બનાવો બન્યા હતા. જેના પગલે સાબરકાંઠા જિલ્લા પોલીસે ઇડર ભિલોડા હાઈવે, મોહનપુર નજીકથી ત્રણ આરોપીઓને ઝડપી ચંદન ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. તેમાં આ તમામ આરોપીઓ દિવસ દરમિયાન રુદ્રાક્ષ વેચવાના બહાને વિવિધ ગામડાનું તેમજ સીમમાં ચંદનના વૃક્ષની માહિતી મેળવતા હતા. તેમજ રાત્રી દરમિયાન અન્ય કેટલાક સગીરોની મદદ લઇ ચંદનના ઝાડની ચોરી કરી ઉત્તરપ્રદેશના કનોજ ખાતે વેચી નાખતા હોવાની વિગતો સામે આવી છે.
મુદામાલ જપ્ત - આ તમામ આરોપીઓએ આ મામલે ઇડરના સુર્યનગર કંપા પાસે ચોરી કરેલા ચંદનના લાકડાને જમીનમાં ખાડો કરી છુપાવતા હોવાની વાત કરી હતી. જેને લઈને પોલીસે સૂર્યનગર પાસેથી ત્રણ લાખથી વધારેનું ચંદન જપ્ત કર્યું છે. સાથોસાથ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી જેલના સળિયા પાછળ ધકેલાયા છે. જોકે છેલ્લા કેટલાક સમયથી પુષ્પા નામની ગેંગ દ્વારા દિન પ્રતિદિન વધતી જતી ચંદન ચોરીની ઘટનાઓ રોકવા માટે સાબરકાંઠા જિલ્લા (Detention of Pushpa Gang) પોલીસને સફળતા મળી છે. પોલીસે ચાર લાખ રૂપિયાનું, ચંદન સહિત બાઈક અને ચોરીમાં વપરાયેલા સાધનો પણ કબજે કર્યા છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ચંદન ચોર થયા સક્રિય, જાણો ક્યાંથી ઉઠાવ્યાં વૃક્ષ
ચંદનના ઝાડનું વાવેતર થાય છે - સાબરકાંઠા જિલ્લાના ઇડર પંથકમાં આવેલા બડોલી, ચાંપડ, સુર્યનગર કંપા, ફિચોડ, વસાઈ સહિતના ગામમાં ખેડૂતો ચંદનના ઝાડનું વાવેતર કરે છે. ઇડર પંથકમાં તૈયાર થયેલા ચંદનના ઝાડ કેટલાક સમયથી ચોરી થઈ રહી હતી, ત્યારે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓએ ઇડર આસપાસથી ચંદન ચોર્યા હોવાની કબૂલાત કરી હતી. બાદમાં પકડાયેલા આરોપીઓ દ્વારા ચોરીમાં મદદગાર અન્ય આરોપીઓના (Sandalwood Theft Pushpa Gang) નામો પણ જાહેર કર્યા હતા.
પુષ્પાનો શર્ટ પહેરેલો - મધ્યપ્રદેશના આરોપીઓ ગામડાઓમાં વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ અર્થે ગામમાં જતા અને રેકી કરીને રાત્રે ચંદનને નિશાન બનાવતા હતા. કરબત વડે ઝાડ કાપીને જેટલુ ચંદન લઈ જાય એટલું બાઈક પર લઈ જતા અને અન્ય ચંદન જમીનમાં ખાડો ખોદી દાટી દેતા. આ આરોપીઓ પૈકી એક આરોપી તો પુષ્પાનો શર્ટ પહેરેલો હતો. જેના પર ફિલ્મનો હીરો અને પુષ્પા જુકેગા નહિ સાલા પણ લખેલ હતુ એટલે કે હજુ તો કેટલાક પુષ્પાઓ પોલીસને (Theft of Sandalwood Trees Sabarkantha) હાથતાળી આપી ફરાર છે.
આ પણ વાંચો : Water Project in Vijalpor : ચંદન તળાવની વર્ષોથી ખોરંભે પડેલી પાણી યોજના માટે નવસારી- વિજલપોર પાલિકાએ લીધો મોટો નિર્ણય
15 લાખનું ચંદન વેચી માર્યું - મળતી માહિતી મુજબ પકડાયેલા આરોપીઓની પૂછપરછ કર્યા બાદ (Detention of Sabarkantha Pushpa Gang) બાકી રહેલા ત્રણ મહિલા, ત્રણ કિશોરો સહિત અન્ય એક રીલિવર સહિત તમામ 10 જેટલા આરોપીઓ ચંદનની ચોરી આચરતા હતા. આરોપીઓ દિવસે રુદ્રાક્ષ અને મહિલાઓની કટલેરી વેચાણ માટે ગામડાઓમાં ફરતા હતા. ઇડર પોલીસ મથકે ચોરીનો ગુનો અને જાદર પોલીસ મથકે એક એમ આઠ જેટલા ગુનાઓ નોંધાયેલા છે. તો બીજી તરફ આરોપીઓએ અત્યાર સુધી અંદાજે 15 લાખ રૂપિયાનું ચંદન ઉત્તર પ્રદેશ ખાતે વેચાણ કરી લીધું છે. સાબરકાંઠાથી ચોરાયેલા ચંદન માંથી પોલીસે ચાર લાખ રૂપિયાનું ચંદન રિકવર કર્યું છે.
10 આરોપી ફરાર - આ ચોરી આચરનાર ગેંગ છેલ્લા ત્રણ મહિનાથી ઇડર પંથકમાં તરખાટ (Pushpa Gang Eder) મચાવતી હતી. ચોરી આચરનાર આરોપીઓ મૂળ મધ્યપ્રદેશના છે તો ચોરી કરેલા ચંદન આરોપીઓ ઉત્તર પ્રદેશના કનૌજ ખાતે વેચાણ કરતા હતા. હાલ તો પોલીસ પુષ્પા ગેંગના 3 આરોપી રોહન ઉર્ફે સન ઓફ રોના ભધ્ધરૂ પુશવા, રતનસિંહ ઉર્ફે સન ઓફ ભૈય્યું ગારંટી ઉર્ફે ગટુ ઉર્ફે સદા સિંહ અને વોરંટી સન ઓફ ગારંટી ઉર્ફે ગટુ ઉર્ફે સદામસિંહની અટકાયત કરી છે. તો હજુ 10 જેટલા આરોપીઓ ઝડપવાના બાકી છે. જેને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.