સાબરકાંઠાના વડાલી તાલુકાના હિંમતપુરા ગામના હસમુખભાઈ પટેલ જ્યારે મતદાન માટે મતદાન મથકે ગયા, ત્યારે પુલીંગ બુથના અધિકારીએ હસમુખભાઈને મતદાન ના કરવા જણાવ્યું હતું. મતદાન કેમ નહિ એવા સવાલની સામે સ્થાનિક ચૂંટણી અધિકારીએ હસમુખભાઈને સરકારી અધિકારી જણાવી તેમના નામની સામે સરકારી સિક્કો બતાવી તેમનું મતદાન બેલેટ પેપર થઈ ગયાનું જણાવતા મામલો ગરમાયો હતો. વર્ષો થઈ ગામમાં ખેતી કરતા હસમુખભાઈ પટેલે ક્યારેય ગવર્મેન્ટ વિભાગમાં ગયા નથી. તેમજ ક્યારેય કોઈ સરકારી નોકરી માટે અરજી કરી નથી.
જોકે આજે એકાએક સરકારી કર્મચારી હોવાની જાણ થતા સમગ્ર ગામ માં આ મુદ્દો ચર્ચાએ પહોચ્યો હતો. જોકે આ બનાવમાં ખેડૂતે સ્થાનિક મામલતદાર સહિત પ્રાંત અધિકારીને પણ રજૂઆત કરી હોવા છતાં મતદાન ના કરી શકતા ચૂંટણીપંચના અધિકારીઓ સામે પણ આક્ષેપ કર્યા હતા
વડાલી તાલુકાનું હિંમતપુર ગામ 800થી વધુની વસ્તી ધરાવે છે તેમજ સમગ્ર ગામ ખેતી અને પશુપાલન સાથે જોડાયેલું છે.જેના પગલે સ્થાનિક નગરજનો એકબીજાને સારી રીતે ઓળખતા હોય જોકે હસમુખભાઈને સ્થાનિક સરપંચ વર્ષોથી ઓળખતા હોવાની સાથો સાથ ખેડૂત તરીકે જીવન પસાર કરતા હોવાનુ જણાવ્યુ હતું જોકે આ મામલે પ્રીસાઈડીંગ ઓફિસરે આ મામલે હસમુખભાઈને સરકારી બાબુ જ ગણ્યા હતા તેમજ મતદાન થઈ વંચિત રાખ્યા હતા.ચૂંટણીપંચ ગમે તેટલું ડીઝીટલ બને પણ જ્યાર સુધી છેવાડાનો માનવી જાગૃત નહિ બને ત્યાર સુધી આવા બનાવ સામે આવે તે સ્વાભાવિક છે.