તીડ ખાસ કરીને કોઈપણ પ્રકારની લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરવાને પગલી વૃક્ષો છોડ તેમજ ઊભો પાકનો ગણતરીની મિનિટોમાં સપાટો બોલાવી દે છે. બનાસકાંઠા અને મહેસાણામાં તીડના ઉપદ્રવને પગલે હજારો હેક્ટર જમીનમાં વ્યાપક અસર જોવા મળી છે. આ વિસ્તારમાં બટાકા તેમજ ઘઉંનો પાક મુખ્યત્વે થાય છે અને હજારો હેક્ટર જમીનમાં બટાકા તેમજ ઘઉંનો પાક લહેરાઈ રહ્યો છે. તીડનો આતંક જિલ્લામાં બટાકા તેમજ ઘઉંનો પાક પકવતા ખેડૂતો માટે આફત બન્યો છે. સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ અને ત્યાર બાદ કમોસમી વરસાદનો માર સહન કર્યો હતો.
તીડના આતંક સામે વહીવટી તંત્ર પણ હવે મોડે મોડે કામે લાગ્યું છે, તેમજ આ વિસ્તારમાં હાલમાં જિલ્લા ખેતીવાડી અધિકારી સહિત સ્થાનિક અધિકારીઓ પણ પોશીનામાં કામગીરી શરૂ કરે તેવી શક્યતાઓ છે. જગતના તાતને ખેતી વ્યાપક નુકશાન થવાની સંભાવના છે.