ETV Bharat / state

રાજકોટમાં દીકરીઓ માટે વિશ્વનું પ્રથમ ગુરુકુળ બનશે, મહિલા જ કરશે સંચાલન

રાજકોટમાં સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દીકરીઓ માટે ખાસ ગુરુકુળ (Swaminarayan Gurukul For Girls in Rajkot )બનાવવામાં આવશે. વિશ્વમાં પ્રથમ વખત સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કન્યા ગુરુકુળ (Worlds First Gurukul for girls )રાજકોટના મોરબી રોડ ઉપર રતનપર નજીક આ કન્યા ગુરુકુળ નિર્માણ પામશે.

રાજકોટમાં દીકરીઓ માટે વિશ્વનું પ્રથમ ગુરુકુળ બનશે, મહિલા જ કરશે સંચાલન
રાજકોટમાં દીકરીઓ માટે વિશ્વનું પ્રથમ ગુરુકુળ બનશે, મહિલા જ કરશે સંચાલન
author img

By

Published : Dec 30, 2022, 5:13 PM IST

રાજકોટના મોરબી રોડ ઉપર રતનપર નજીક આ કન્યા ગુરુકુળ નિર્માણ પામશે

રાજકોટ રાજકોટમાં સ્વામિનારાયણ ગુરુકુળના 75 વર્ષ પૂર્ણ (75 years of Swaminarayan Gurukul )થતા તેના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે હવે રાજકોટમાં સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દીકરીઓ માટે ખાસ ગુરુકુળ (Swaminarayan Gurukul For Girls in Rajkot ) બનાવવામાં આવશે. વિશ્વમાં પ્રથમ વખત સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કન્યા ગુરુકુળ (Worlds First Gurukul for girls )બનાવામાં આવશે. જેને વિશ્વનું પ્રથમ ગુરુકુળ માનવામાં આવી રહ્યું છે. રાજકોટના મોરબી રોડ ઉપર આવેલા રતનપર નજીક આ કન્યા ગુરુકુળ નિર્માણ પામશે જેના માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો અમૃત મહોત્સવમાં વડાપ્રધાનની અપીલને લઈને રાજકોટના યુવાનોનું શું કહેવું, જૂઓ

ધોરણ 6 થી 12 સુધીની દીકરીઓ ભણી શકશે રાજકોટમાં દીકરીઓ માટેના ગુરુકુળમાં ધોરણ 6 થી 12 સુધીની દીકરીઓ ભણી શકશે. જ્યારે અહીં 1000 દીકરીઓ રહી શકે તે માટેની હોસ્ટેલ પણ બનાવવામાં આવશે. જ્યારે અત્યાર સુધી દીકરાઓ માટેના ગુરુકુળ જોવા મળતા હતાં. પરંતુ હવે રાજકોટમાં દીકરીઓ માટેનું ગુરુકુળ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શરૂ કરવામાં આવનાર છે. આ ગુરુકુળની વિશેષતા એ હશે કે અહીંયા મહિલા દ્વારા જ તમામ વસ્તુઓનું સંચાલન કરવામાં આવશે અને દીકરીઓને ભણવાની સાથે સંસ્કાર મળી રહે તે પ્રકારની વ્યવસ્થા(Swaminarayan Gurukul For Girls in Rajkot ) ગોઠવવામાં આવશે.

આ પણ વાંચો ગુરુકુળમાં ગુરુએ શિષ્યને ઢોરમાર માર્યો, વાલીએ કરી ફરિયાદ

રિસર્ચ બાદ દીકરીઓ માટે ગુરુકુળ બનાવવાનો કર્યો નિર્ણય જ્યારે દીકરીઓ માટે ગુરુકુળ બનાવવાના નિર્ણયને લઈને સ્વામિનારાયણ ગુરુકુળના શ્રુતિ પ્રકાશદાસ સ્વામીએ ETV BHARATને જણાવ્યું કે અત્યાર સુધી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દીકરાઓ માટે ગુરુકુળ બનાવવામાં આવ્યા હતા. જેના આધારે આ ગુરુકુળમાં અભ્યાસ કરેલા દીકરાઓનું રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં સામે આવ્યું છે કે જે દીકરાઓની માતામાં સંસ્કાર હોય છે તેના 90 ટકા સંસ્કાર દીકરાઓમાં આવ્યા છે. જ્યારે જેમની માતામાં સંસ્કાર ઓછા અથવા તેમની માતા દ્વારા બાળકોમાં ધ્યાન નથી આપવામાં આવ્યું તેનું રિઝલ્ટ ખૂબ જ ઓછું આવ્યું હતું. જેને લઈને એક શ્રેષ્ઠ માતા એક શ્રેષ્ઠ નારી જો તૈયાર કરવામાં આવે તો તેના તમામ ગુણો તેના બાળકમાં આવે છે. જેના કારણે આ કન્યા ગુરુકુળ (Swaminarayan Gurukul For Girls in Rajkot )બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

12 એકરમાં બનાવવામાં આવશે કેમ્પસ જ્યારે રાજકોટ મોરબી રોડ ઉપર આવેલા રતનપર ગામ નજીક 12 એકરમાં આ કન્યા ગુરુકુળ નિર્માણ પામશે. જે કન્યા ગુરુકુળમાં જે દેશના ઘડતરમાં નારીનો મહત્વનો ફાળો રહ્યો છે તે નારીઓના જીવન ચરિત્રનો અભ્યાસ કરાવવામાં આવશે. જ્યારે બીજું સંકુલ સુરતમાં બનાવવામાં આવશે. જ્યાં પણ 12 એકરમાં કન્યા ગુરુકુળ બનાવવામાં આવશે. તેની જમીન સંપાદનની કામગીરી લગભગ પૂર્ણતાને આરે છે. જ્યારે આ ગુરુકુળો સંપૂર્ણ મોર્ડન ટેકનોલોજી સાથે બનાવવામાં આવશે. તેમજ ટેકનોલોજી સાથે આધ્યાત્મિક સંસ્કાર (Swaminarayan Gurukul For Girls in Rajkot )પણ આપવામાં આવશે.

જૂન 2023થી એડમિશન શરૂ થઈ જશે જ્યારે રાજકોટમાં નિર્માણ પામનાર કન્યા ગુરુકુળમાં જૂન 2023થી એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સુરત કન્યા ગુરુકુળમાં જૂન 2024થી એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભારતના આઝાદી સમયે જો સૌથી પહેલું ગુરુકુળ કુમારો માટે ચાલુ થયું હોય તો તે રાજકોટનું ગુરુકુળ છે અને આ રાજકોટના ગુરુકુળને 75 વર્ષ પૂર્ણ થતા હવે સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રાજકોટથી જ વિશ્વનું પ્રથમ કન્યા ગુરુકુળ (Swaminarayan Gurukul For Girls in Rajkot )છે તે શરૂ કરવામાં આવનાર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.