ETV Bharat / state

Rajkot News: CM પટેલના હસ્તે કે.ડી.પી. હોસ્પિટલમાં હૃદયરોગ વિભાગ તથા ઓપરેશન થિયેટરનું લોકાર્પણ - Rajkot News

મુખ્યપ્રધાન હસ્તે કે.ડી.પી. હોસ્પિટલમાં હૃદયરોગ વિભાગ તથા ઓપરેશન થિયેટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.જ્યારે આ અંગે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અને કેડીપી હોસ્પિટલના ટ્રસ્ટી એવા ડો. ભરત બોઘરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાંચાલ પંથક લાખ્ખો લોકોની વચ્ચે આટકોટની કેડીપી હોસ્પિટલનું એક વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષ અગાઉ પીએમ મોદીએ આ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું.

મુખ્યપ્રધાન હસ્તે કે.ડી.પી. હોસ્પિટલમાં હૃદયરોગ વિભાગ તથા ઓપરેશન થિયેટરનું લોકાર્પણ

author img

By

Published : Jun 8, 2023, 10:41 AM IST

Rajkot News: મુખ્યપ્રધાન હસ્તે કે.ડી.પી. હોસ્પિટલમાં હૃદયરોગ વિભાગ તથા ઓપરેશન થિયેટરનું લોકાર્પણ

રાજકોટ: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે રાજકોટ જિલ્લાની આટકોટ ખાતે આવેલી કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં નવા બનેલા હૃદયરોગ વિભાગ(કેથલેબ) તથા બે નવા મોડયુલર ઓપરેશન થિયેટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

હાર્ટસર્જરીની સુવિધા: સીએમ દ્વારા કાર્યક્રમ દરમિયાન આ હોસ્પિટલમાં દર્દીઓને અપાતી વિવિધ સારવાર તથા સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ દાખલ દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા. જ્યારે કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ પર દર્દીઓને સારવાર ઉપલબ્ધ છે. અહીં કેથલેબના ઉદ્દઘાટનથી આટકોટ, જસદણ પંથકના હૃદય રોગના દર્દીઓને એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી તેમજ બાયપાસ હાર્ટસર્જરીની સુવિધા મળી શકશે.

હોસ્પિટલ બનાવમાં આવશે: જ્યારે આ અંગે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અને કેડીપી હોસ્પિટલના ટ્રસ્ટી એવા ડો. ભરત બોઘરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાંચાલ પંથક લાખ્ખો લોકોની વચ્ચે આટકોટની કેડીપી હોસ્પિટલનું એક વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષ અગાઉ પીએમ મોદીએ આ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે હવે એક વર્ષ પૂર્ણ થતાં હવે અમે હોસ્પિટલમાં હૃદય રોગના કેથલેબનું લોકાર્પણ કર્યું છે. જેના કારણે હવે આ વિસ્તારના લોકોને હૃદયને લગતી બીમારીઓની પણ આ હોસ્પિટલમાં જ સારવાર મળશે.

કેન્સર હોસ્પિટલનું નિર્માણ: આ સાથે જ અમે હોસ્પિટલમાં બે નવા ઓપરેશન થિયેટરનું પણ લોકાર્પણ કર્યું છે. જેના કારણે હવે હોસ્પિટલમાં છ જેટલા ઓપરેશન થિયટર થઈ ગયા છે. ત્યારે હવે રોજના 40 ઓપરેશન થાય તેવી વ્યવસ્થા હવે આટકોટ ખાતે થઈ છે. જ્યારે અમને હોસ્પિટલ નિર્માણમાં કરોડો રૂપિયા પણ દાનમાં દાતાઓ દ્વારા આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં હવે અને અહી કેન્સર હોસ્પિટલનું પણ નિર્માણ કરશું. તેમજ મેડિકલ કોલેજ પણ બને તે દિશામાં કાર્ય કરવાના છીએ.

અનંત અનાદિ વડનગર: મુખ્યપ્રધાને "અનંત અનાદિ વડનગર” ફિલ્મ નિહાળી રાજકોટ જિલ્લાના પ્રવાસે આવેલા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન પર બનેલી "અનંત અનાદિ વડનગર” ડોક્યુમેન્ટરી ફિલ્મને રાજકોટના મેયર ડૉ. પ્રદીપ ડવના નિવાસસ્થાને નિહાળી હતી. ભૂપેન્દ્ર પટેલ ગઇકાલે રાજકોટ જિલ્લાના પ્રવાસે હતા. તેઓએ આટકોટ ખાતે કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં નવા બનેલા હૃદયરોગ વિભાગ(કેથલેબ) તથા બે મોડયુલર નવા ઓપરેશન થિયેટરનું લોકાર્પણ કરીને જંગી સભાને સંબોધન કર્યું હતું. ત્યારે બાદ તેઓ રાજકોટ મહાનગરના મેયરના નિવાસસ્થાને પધાર્યા હતા.

  1. Rajkot News : રાજકોટ સિવિલના સ્ટ્રેચરમાં ભગવો કલર કરતા વિવાદની ભવાઈ, કેસરી કલર હટાવ્યો
  2. Surat News: સિવિલ હોસ્પિટલમાં ARV ના ઇન્જેક્શન ખૂટ્યા, ડોગ બાઈટની સારવારમાં છે અકસીર
  3. Organ Donation in Ahmedabad : બ્રેઇનડેડ નર્સિંગ વિદ્યાર્થિનીનું અંગદાન, ખુદ સિવિલ હોસ્પિટલ તંત્ર માટે સર્જાઇ ભાવુક ક્ષણો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.