ક્રિષ્ના વોટર પાર્ક ખાતે પોલીસ અધિકારીની પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. જેની જાણ પોલીસને થતા રેડ પાડી હતી જેમાં 30 લોકો મળી આવ્યા હતાં. પોલીસ તપાસમાં 10 લોકો દારૂ પીધેલી હાલતમાં જણાઈ આવ્યા હતાં જ્યારે અન્ય 20 લોકો પીધેલા ન હતાં. પરંતુ પોલીસ દ્વારા તમામ લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતાં.
જો કે સમગ્ર મામલે રાજકોટના ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર સંદિપ સિંઘે જણાવ્યું હતું કે, આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવશે. તેમજ હોટેલમાં ચાલી રહેલી પાર્ટીના CCTV ફૂટેજ અને હોટેલમાં બહાર પાર્ક કરેલા વાહનોની પણ તપાસ કરવામાં આવી રહી છે. મહેફિલમાં પોલીસે દરોડો પાડતા કેટલાક લોકો પાર્ટી છોડીને ભાગ્યા હતા તે મામલે પણ તપાસ કરવામાં આવશે.