- પોરબંદરના આદિત્યણા ગામમાં મગર ઘરમાં ઘુસ્યો
- પ્રકૃતિ ધ યુથ ક્લબના યુવાનોએ મગરને પકડ્યો
- પ્રકૃતિ ધ યુથ કલબે મગરને પકડીને વન વિભાગને સોંપ્યો
પોરબંદર : હાલ ચોમાસાની ઋતુ છે ત્યારે અનેક જળચર પ્રાણીઓ રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોય છે. પોરબંદર નજીકના આદિત્યણા ગામે એક રહેણાંક મકાનમાં મગર આવી ચડ્યો હતો. લોકો ભયભીત થયા હતા અને લોકોએ પ્રકૃતિ ધ યુથ ક્લબ (The Youth Club)ને જાણ કરી હતી. પ્રકૃતિ ધ યુથ ક્લબ (The Youth Club)ના યુવાનોએ આ મગરને પકડીને વન વિભાગને જવાબજારી સોંપી હતી. ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો : વડોદરા રહેણાંક વિસ્તાર માંથી મગરનું રેસ્ક્યુ
પક્ષીઓ કે પ્રાણીઓ મુશ્કેલી હોચ તો પ્રકૃતિ ધ યુથ ક્લબને જાણ કરવી
કોઈ પણ પ્રાણી અને પક્ષીઓ મુશ્કેલીમાં હોય તો પ્રકૃતિ ધ યુથ ક્લબ (The Youth Club) ને જાણ કરવા પોરબંદરના પ્રકૃતિ ધ યુથ ક્લબના સિદ્ધાર્થ ગોકાણીએ જણાવ્યું હતું. પોરબંદર જિલ્લાની આસપાસ પક્ષીઓ કે પ્રાણીઓ મુશ્કેલી ભરી સ્થિતિમાં જણાય તો તાત્કાલિક પ્રકૃતિ ધ યુથ ક્લબ (The Youth Club)નો સંપર્ક કરવા જણાવ્યું હતું.
આ પણ વાંચો -
- વડોદરામાં જળચરજીવોના મોતનો સિલસિલો યથાવત, વારસિયાના મગર આશ્રમ તળાવમાં અસંખ્ય માછલીઓના મોત
- વડોદરા બિલ ગામ પાસે સોસાયટીના ગેટ પાસેથી બે મગરનું કરાયું રેસક્યૂ
- Vadodara: વિશ્વામિત્રી નદીમાં 3 દિવસમાં બે મગર મૃત હાલતમાં મળી આવ્યા
- વડોદરા: કુમેઠા ગામના તળાવમાં મગરોના આંતક
- માનવે કર્યો મગર સાથે સંવાદ, વીડિયો વાયરલ