21 નવેમ્બરે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ફિશરીઝ ડે તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વભરમાં અનેક લોકો માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે. મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે ભારતમાં ગુજરાતમાં વ્યવસાયનો વ્યાપ વધારે છે. કારણ કે, ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયાકિનારો આવેલો છે.
ગુજરાત રાજ્ય દેશનું એક તૃતિયાંશ ભાગ દરિયાકિનારાનો વિસ્તાર ધરાવે છે. તેમજ ઇકોનોમિક ઝોન ધરાવતો મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતું રાજ્ય છે. જે દેશના કુલ દરિયાઈ ઉત્પાદનમાં 20 ટકા જેટલો ફાળો આપે છે. વળી 6 મોટા જળાશયો તથા સરદાર સરોવરના કમાન્ડિંગ એરિયામાં આંતરદેશીય મત્સ્યોદ્યોગની વિપુલ તકો ધરાવે છે. 3.75 લાખ હેક્ટર જેટલો ભાંભરા પાણીનો વિસ્તાર ધરાવતું રાજ્ય વલસાડ, સુરત, ભરૂચ સહિત પોરબંદરના દરિયા વિસ્તારોમાં પાણીમાં મત્સ્યોદ્યોગની વિપુલ તકો ધરાવે છે.
ઝીંગા જેવી વધુ કિંમત ધરાવતી માછલી મળે છે. અને માછલી માછીમારોને આર્થિક રીતે પગભર કરવામાં મદદરૂપ થાય છે. પશુધન ગણતરી 2007 મુજબ રાજ્યના 1058 ગામોમાં 5.19 લાખ માછીમારો 2.18 લાખ સક્રિય માછીમાર તેમજ વર્ષ 2017-18 દરમિયાન 25,612 યાંત્રિક હોડીઓ તથા 9920 બિનયાંત્રિક હોડીઓ ધરાવે છે. સિઝનમાં ઉત્પાદન 7.0 એક લાખ તથા આંતરદેશીય મત્સ્યો ઉત્પાદન 1.37 લાખ ટન જેટલું થાય છે .
કરોડોનું વિદેશી હુંડીયામણ કમાવી દેશના આર્થિક વિકાસમાં મચ્છીમાર ઉદ્યોગ મહત્વનો ફાળો આપી રહ્યું છે. ત્યારે etv ભારતની ટીમ ગુરૂવારના રોજ પોરબંદરથી જખૌ સુધીના ભારતીય જળસીમા દરિયા વિસ્તારની સફરે ગઈ હતી. અને પોરબંદરના બોટ એસોસિએશનના પ્રમુખ જીવનભાઈ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, દરિયામાં પ્લાસ્ટિક પ્રદૂષણ કરતા ઇન્ડસ્ટ્રીયલ પ્રદૂષણ વધુ ફેલાઈ રહ્યું છે. અને જેના કારણે દરીયાઇ સંપતિનો નાશ થઈ રહ્યો છે. આ પ્રદૂષણ અટકાવવા માટે અનેકવાર સરકારને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે માછલીઓની આવક ઓછી રહે છે. અને પછી વધુ માછલી મેળવવા માટે માછીમારો દૂર દૂર સુધી જાય છે. અને તેઓને ભારતીય જળ સીમા ઓળંગી પાકિસ્તાનની જળ સીમામાં ભૂલથી ઘૂસી જાય છે. કારણ કે, દરિયામાં આવેલ પાણીમાં બોર્ડર કેટલી છે. તેનો ખ્યાલ નથી રહેતો અને પાકિસ્તાન મરીન સિકયુરીટી ફોર્સ દ્વારા ભારતીય બોટ તથા માછીમારોને ઝડપી લેવામાં આવે છે.
200થી વધુ માછીમારો કરાચીની જેલમાં સબડી રહ્યા છે. ત્યારે બંને દેશો દ્વારા પણ અનેકવાર આ અંગે મિટિંગ યોજાઈ છે. પરતું તેનો કોઈ ખાસ પરિણામ રિપોર્ટ આવ્યો નથી. જેથી દરિયાઈ સુરક્ષામાં જે રીતે વધારો થઈ રહ્યો છે. તેવી જ રીતે જો દરિયાઈ પ્રદૂષણ અટકાવવામાં આવે તો માછીમારોને મોટી રાહત થઈ શકે તેમ જીવન ભાઈએ જણાવ્યું હતું.
પોરબંદરથી નિમેશ ગોડલિયાનો વિશેષ અહેવાલ