- પોરબંદરમાં PSA ટેક્નોલોજીથી ઓક્સિજન ઉત્પન્ન કરતા 2 પ્લાન્ટ સ્થપાશે
- આ પ્લાન્ટ વાતાવરણમાંથી 1 મિનિટમાં 1,500 અને 1,000 લિટર ઓક્સિજન ખેંચશે
- પોરબંદરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા ઓક્સિજનની માગ વધી
- સિવિલ હોસ્પિટલમાં અંદાજિત 75 લાખ રૂપિયાના ખર્ચે આ પ્લાન્ટ રખાશે
પોરબંદરઃ જિલ્લામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે ઓક્સિજનની માગ વધી રહી છે. તો આ સમયે જિલ્લામાં PSA ટેક્નોલોજીથી ઓક્સિજન ઉત્પન્ન કરતા 2 ઓક્સિજન પ્લાન્ટ મંજૂર કરવામાં આવ્યા છે, જે વાતાવરણમાંથી 1 મિનિટમાં 1,500 અને 1,000 લિટર ઓક્સિજન ખેંચી દર્દીઓને મદદરૂપ થશે.

આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં ભણસાલી ટ્રસ્ટ દ્વારા 45 ઓક્સિજન મશીન અપાયા
ભાવસિંહજી હોસ્પિટલમાં ઉભા થશે 2 પ્લાન્ટ
દેશભરમાં કોરોના મહામારી ફેલાઈ રહી છે ત્યારે ઓક્સિજન માટે દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. આ સમયે સરકાર દ્વારા તાત્કાલિક ઓક્સિજન દર્દીઓને મળી શકે અને વધુ દર્દીઓ સાજા થઈ જાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને ઓક્સિજન પ્લાન્ટ પણ નાખવામાં આવી રહ્યા છે, પરંતુ ઉદ્યોગો પાસેથી ઓક્સિજન લઈને સિવિલ હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સમય વધુ વેડફાય થાય છે. તો નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વાતાવરણમાંથી ઓક્સિજન ખેંચી તેને જરૂરિયાત મુજબની પ્રક્રિયા કરી દર્દીઓ સુધી પહોંચાડવામાં આવશે. આવા 2 પ્લાન્ટ પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ઉભા કરાશે જે માટે મંજૂરી આપી દેવાઈ છે.

આ પણ વાંચોઃ કચ્છમાં ઓક્સિજનની અછત દૂર કરવા ફોકીઆએ 275 ઓક્સિજન કન્સન્ટ્રેટરનું કર્યું દાન
30 જૂન સુધીમાં પ્લાન્ટ કાર્યરત થશે
1 મિનિટમાં 1,500 અને 1,000 લિટર ઓક્સિજન વાતાવરણમાંથી ખેંચી શકવાની ક્ષમતા ધરાવતા પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી મળી હતી. પોરબંદરમાં સિવિલ હોસ્પિટલમાં એક મિનિટમાં 1,500 અને 1,000 લિટર ઓક્સિજન વાયુ વાતાવરણમાંથી ખેંચી લાવે અને ત્યારબાદ યોગ્ય પ્રક્રિયા કરી શુદ્ધ ઓક્સિજન દર્દીઓના સુધી પહોંચે તેવાને પ્લાન્ટ અંદાજિત 75 લાખ રૂપિયાના ખર્ચે સરકારે મંજૂરી આપી છે. અત્યારે ફાઉન્ડેશનનું કાર્ય ચાલુ થઈ ગયું છે. 30 જૂન સુધીમાં કામ થઈ પલાન્ટ કાર્યરત થઈ જશે તેમ જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણીએ જણાવ્યું હતું.