- રોટરી સપ્તાહ ઉજવણી અંતર્ગત કરવામાં આવી રહ્યા છે વિવિધ કાર્યક્રમો
- રોટેરિયન સભ્યોએ બાળકોને અક્ષર જ્ઞાન આપ્યું
- વર્ષ દરમિયાન કરવામાં આવે છે અનેક સેવાકીય કાર્યો
પાટણ : સમગ્ર વિશ્વમાં ડિસેમ્બર માસમાં રોટરી ક્લબ દ્વારા સેવાકીય સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. એક સપ્તાહ સુધી દરેક ક્લબ દ્વારા શહેર અને જિલ્લાઓમાં અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. પાટણ રોટરી ક્લબ દ્વારા પણ ચાલુ વર્ષે રોટલી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે દરરોજ અલગ-અલગ વિસ્તારોમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. પાટણ સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતા મહિલાઓને પોષણક્ષમ આહારની કીટ આપવામાં આવી હતી. શુક્રવારે શહેરના ખોડીયારપરા વિસ્તારમાં શ્રમજીવી બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે સાથે રોટેરિયન સભ્યો દ્વારા બાળકોને અક્ષરજ્ઞાન પણ આપવામાં આવ્યું હતું.
રોટરી ક્લબ સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડે છે પોતાની સેવાઓ
રોટરી ક્લબ વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃત્તિના પ્રોજેક્ટ હાથ ધરી સમાજના દરેક વર્ગ સુધી પોતાની સેવાઓ પહોંચાડે છે. ત્યારે સમાજના દરેક વર્ગને વધુને વધુ સેવા મળી રહે તે હેતુથી રોટરી સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.