પાટણ જિલ્લા ઓબીસી સમિતિના આગેવાનો, કાર્યકરો જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચારો કરીને દેખાવો કર્યા હતા. તેમણે સરકારના આ પરિપત્રને રદ કરવાની માગ કરી અધિક નિવાસી કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી ગાંધીનગર ખાતે યુવતીઓ આ ઠરાવ રદ કરવાની માગ સાથે ઉપવાસ, ધરણા સહિત વિરોધ કરી રહ્યાં છે. જેના સંદર્ભે પાટણમાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો.