બીલીમોરાના ગૌહરબાગ, સોમનાથ વિસ્તાર અને બંદર વિસ્તારમાં ડેન્ગ્યુ 5 કેસો પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગની દોડધામ વધી છે.આ સાથે એક યુવાનને ડેંગ્યુ શંકાસ્પદ મળી આવ્યો હતો. તો આરોગ્ય વિભાગે સર્વે હાથ ધરી મચ્છરની ઉત્પત્તિના રોકવા દવાના છંટકાવ અને દવાનું વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી છે.તો શહેરના ગૌહરબાગ, સોમનાથ, બંદર વિસ્તારમાં ડેંગ્યુમાં પોઝીટીવ કેસ મળી આવ્યા છે. ડેંગ્યુના પોઝીટીવ કેસો આવતા જાગેલા આરોગ્ય તંત્રએ મેડિકલ સર્વેની કામગીરી હાથ ધરી આરોગ્યલક્ષી કામગીરી શરૂ કરી છે.
આરોગ્ય વિભાગે લાંબા સમયથી એકત્ર થયેલ પાણી સાફ કરવાની સાથે દવાનો છંટકાવ શરૂ કર્યો છે. આ સાથે જ સ્લમ વિસ્તારો સહિતના વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરી છે, તેમજ શહેરનાં વિવિધ વિસ્તારોમાં દવા છંટકાવ, ફોગીંગ સહિતની કાર્યવાહી આરોગ્યતંત્ર દ્વારા હાથ આવી છે. આ ઉપરાત તાવના શંકાસ્પદ કેસો શોધી કાઢી દર્દીના લોહીના નમુના ચકાસણી હાથ ધરાઈ છે.