ચકચારી બનાવની મળતી માહિતી મુજબ મોરબીના બિલ્ડરના છૂટાછેડાના કાગળો પર સહી કરાવી બળજબરી પૂર્વક 1 કરોડની રકમ પડાવી લેનાર બાબુ ડોન ઉર્ફે બાબુ ઝાપડા અને તેના સાગરીતો સામે ફરિયાદ બાદ પોલીસે આરોપીઓને ઝડપી લઈને જેલમાં મોકલી દીધા હતા. હાલમાં બાબુ ડોન પેરોલ પર છૂટ્યો હોય.
ત્યારે આજે વહેલી સવારે બાબુ ડોન સહિતના શખ્શોએ ખંડણીની ફરિયાદ કરનારના બિલ્ડર પુત્ર જીવણ દુદાભાઈ મેવાડા બુલેટ પર જતા હતા ત્યારે કારમાં તેને આંતરીને કારમાં બેસાડી જબલપુર લતીપુર રોડ પર લઈ ગયા હતા.
જ્યાં પાઈપ સહિતના હથીયારોથી હુમલો કરી યુવાનને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.જે યુવાનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.આ બનાવને પગલે ટંકારા પોલીસ ઈજાગ્રસ્ત યુવાનનું નિવેદન લઇ અને બાબુ ડોન સહિતના 4 ઈસમો સામે ગુન્હો નોંધવા કાર્યવાહી હાથ ધરી હતી.