ETV Bharat / state

મોરબીના શક્તિનગર ગામે મહિલાઓએ માટલા ફોડી નોંધાવ્યો વિરોધ

મોરબી: જિલ્લામાં ચોમાસાની ઋતુ છતાં હજુ સારો વરસાદ વરસ્યો નથી. જેને પગલે ઠેર-ઠેર પાણીની પોકાર જોવા મળી રહી છે. ત્યારે બુધવારના રોજ હળવદના શક્તિનગરની મહિલાઓ પાણી મુદ્દે રણચંડી બની હતી. તો આ વિરોધ પ્રદર્શનમાં માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો.

halvad
author img

By

Published : Jul 18, 2019, 4:22 AM IST

હળવદના શક્તિનગર ગામમાં છેલ્લા બે માસથી પાણીના ધાંધિયા ચાલી રહ્યાં છે. જેથી વિફરેલી મહિલાઓએ બુધવારના રોજ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓને પીવાના પાણી માટે બે ત્રણ કિલોમીટર સુધી રઝળપાટ કરવી પડતી હોય છે. જેનાથી ત્રાસી ગયેલી મહિલાઓએ આજે માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો હતો.

મોરબીના શક્તિનગર ગામે મહિલાઓએ માટલા ફોડી નોંધાવ્યો વિરોધ

તો આ અંગે મહિલાઓએ જણાવ્યું હતું કે, છેલ્લા 2 માસથી પાણીના ધાંધિયા છે. તેમજ શક્તિનગર ગામે બોરનું પાણી પણ પીવાલાયક નથી. બોરનું પાણી દુષિત હોય છે. જેથી ગામના 35 લોકોને પથરીનો રોગ થયો છે. આ મામલે જિલ્લા પંચાયતમાં પણ રજૂઆત કરવા છતાં પાણી મામલે તંત્ર ગંભીરતા દાખવતું નથી. પાણી વિના મહિલાઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. તો બીજી તરફ શક્તિનગર નજીક લાખો લીટર નર્મદા પાણીનો વેડફાટ થાય છે. જેથી ગામમાં પાણી પીવા માટે મળતું નથી તેવી હૈયા વરાળ પણ ઠાલવી હતી.

Intro:R_GJ_MRB_06_17JUL_HALVAD_MAHILA_PANI_VIRODH_VIDEO_AV_RAVI

R_GJ_MRB_06_17JUL_HALVAD_MAHILA_PANI_VIRODH_SCRIPT_AV_RAVI

Body:હળવદના શક્તિનગર ગામે પાણી માટે હોબાળો, મહિલાઓનો માટલા ફોડી વિરોધ
         મોરબી જીલ્લામાં ચોમાસાની ઋતુ છતાં હજુ સારો વરસાદ વરસ્યો નથી અને સર્વત્ર પાણીની પોકાર જોવા મળી રહી છે ત્યારે આજે હળવદના શક્તિનગરની મહિલાઓ પાણી મુદે રણચંડી બની હતી અને માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો
         હળવદના શક્તિનગર ગામમાં છેલ્લા બે માસથી પાણીના ધાંધિયા હોય જેથી વિફરેલી મહિલાઓએ આજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો મહિલાઓને પીવાના પાણી માટે બે ત્રણ કિલોમીટર સુધી રઝળપાટ કરવી પડતી હોય જેનાથી ત્રાસી ગયેલી મહિલાઓએ આજે માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો હતો મહિલાઓએ જણાવ્યું હતું કે ૨ માસથી પાણીના ધાંધિયા છે તેમજ શક્તિનગર ગામે બોરનું પાણી પણ પીવાલાયક નથી બોરનું પાણી દુષિત હોય જેથી ગામના ૩૫ લોકોને પથરીનો રોગ થયો હોય આ મામલે જીલ્લા પંચાયતમાં પણ રજૂઆત કરી છે છતાં પાણી મામલે તંત્ર ગંભીરતા દાખવતું નથી પાણી વિના મહિલાઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે તો બીજી તરફ શક્તિનગર નજીક લાખો લીટર નર્મદા પાણીનો વેડફાટ થતો હોય અને ગામમાં પાણી પીવા માટે મળતું નથી તેવી હૈયા વરાળ પણ ઠાલવી હતી
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.