મોરબી ખાતે GST ઓન એન્યુઅલ રીટર્ન એન્ડ ઓડિટની માહિતી આપતો માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં મોરબીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. તથા GST અંગે માર્ગદર્શન આપવા માટે CGSTના ડેપ્યુટી કમિશ્નર મહેશ જાની સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તદ્ઉપરાંત સ્પીકર CA બિશન શાહ અને CA તરંગ કોઠારીએ પણ ઉપસ્થિત રહીને GST on annual return ના ઓડિટ વિષય પર ઉપસ્થિત તમામને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
વર્ષ 2018-19 રિટર્ન કેવી રીતે ભરવા, રિફંડના પ્રશ્ન ક્રેડિટ બાકી હોય તો અલગથી કેવી રીતે એપ્લિકેશન કરી શકાય જેવા વગેરે મુદ્દાઓ પર જાણકારી આપી હતી. તેમજ ચાર્ટડ એકાઉન્ટટન્ટના વિવિધ પ્રશ્નોના નિરાકરણ કરવામાં આવ્યા હતાં.