મહેસાણા: મહેસાણા નગરપાલિકામાં (Mehsana municipality) પ્રજાના પૈસાનો વેડફાટ થતો હોય તેમ લાખ્ખોના ખર્ચે વસાવેલા રોડ સાફ કરવાના નાના મોટા મળી કુલ 4 રોડ સ્વીપર મશીન ગેરેજ શાખામાં ધુળ ખાઈ રહ્યા (road sweeper machine not working) છે. સફાઈ માટે મેન પાવરના ઉપયોગ માટે પણ લાખોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જો કે રોડ સ્વીપર મશીનના મેન્ટેનન્સ પાછળ પણ પાલિકાને ખર્ચ ઉઠાવવો પડી રહ્યો (Inconvenient expenditure for sanitation) છે.
આ પણ વાંચો હવે 5 નહીં 10 લાખ રૂપિયા સુધીની સારવાર મળશે ફ્રીમાં, સરકારે વધારી આયુષ્માન કાર્ડની મર્યાદા
ધૂળ સાફ કરવાના મશીન જ ધૂળ ખાઈ રહ્યા છે: મહેસાણા નગરપાલિકામાં શહેરના રોડ રસ્તાની સાફ સફાઈ માટે અગાઉના શાસકો દ્વારા લાખોનો ખર્ચે વર્ષ 2019માં બે ટ્રેકટર સાથે જોડી ઉપયોગ કરાય તેવા મોટા રોડ સ્વીપર મશીન અને વર્ષ 2020માં બે નાના રોડ સ્વીપર મશીન લાખ્ખોના ખર્ચે વસાવી ગણતરીના દિવસો પૂરતા ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. જો કે હાલમાં મહેસાણા નગરપાલિકામાં સત્તા પરિવર્તન થયેલ હોઈ નવા સાશકોના રાજમાં રોડ પરનો કચરો અને ધૂળ સાફ કરવાના આ ચારેય રોડ સ્વીપર મશીનને ગેરેજ શાખામાં શોભના ગાંઠિયાં સમાન મૂકી રાખવામાં આવતા મશીનો ધૂળ ખાઈ રહ્યા છે. બીજી તરફ મેન પાવર વાપરી સાફસફાઈ કરાવતા પાલિકાના માથે સફાઈ કામનો વધુ આર્થિક માર સહન કરવો પડી રહ્યો (Inconvenient expenditure for sanitation) છે.
આ પણ વાંચો રાજકોટની માલવિયા કૉલેજમાં પરીક્ષામાં ચોરીનો વીડિયો થયો વાઈરલ
ચાર વર્ષમાં માત્ર 325 વાર રોડ સ્વીપર મશીનનો ઉપયોગ કરાયો: મહેસાણા નગરપાલિકામાં લાખ્ખોના ખર્ચે વસાવેલા રોડ સ્વીપર મશીનનો છેલ્લા ચાર વર્ષમાં માત્ર 325 વાર ઉપયોગ કરાયો છે. જેમાં બે મોટા રોડ સ્વીપર મશીન 2019ના વર્ષમાં લાવ્યા બાદ 129 વખત જ્યારે બે નાના 2020ના વર્ષમાં લાવ્યા બાદ 199 વાર ઉપયોગ કરાયો છે. ચારેય મશીનો ઉપયોગ કરાય વિના જ રહ્યા પડ્યા રહ્યા હોવા છતાં તેંમના મેન્ટેનન્સ પાછળ અધધ.. ખર્ચ થઈ રહ્યો (Inconvenient expenditure for sanitation) છે.