- ટોક્યો પેરા ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલ
- કેન્દ્રની યુવા અને સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી દ્વારા અર્જુન એવોર્ડની ઘોષણા
- ભાવિના પટેલને દિલ્હીમાં અર્જુન એવોર્ડથી સન્માનિત કરાયા
અમદાવાદઃ 3 નવેમ્બરના રોજ ભારતમાંથી 35 ખેલાડીઓની અર્જુન એવોર્ડ (Arjuna Award 2021) માટે પસંદગી કરવામાં આવી હતી. આ તમામ ખેલાડીઓને આજે એટલે કે 13 નવેમ્બરે દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind)ના હસ્તે અર્જુન એવોર્ડ (Arjuna Award)થી સન્માનિત કરાયા હતા. પસંદ કરાયેલા 35 ખેલાડીઓમાંથી ટોક્યો પેરા ઓલિમ્પિક-2021માં ભારતને સિલ્વર મેડલ (India won the silver medal) અપાવનાર ભાવિના પટેલ (Para Olympian Bhavina Patel Awarded Arjuna Award) સમાવેશ થાય છે. ભાવિના પટેલનું મૂળ વતન મહેસાણાનું સુંઢિયા ગામ છે, પરંતુ હાલમાં તે અમદાવાદમાં સ્થાયી થયેલ છે. તેમણે ભારતને ટેબલ ટેનિસની રમતમાં સિલ્વર મેડલ અપાવ્યો હતો.
ભાવિનાનો પરિચય
મહેસાણા (Mehsana)જિલ્લાના વડનગર તાલુકાના સૂંઢિયા ગામમાં ખેતી તથા દુકાન ચલાવતા હસમુખ પટેલની દીકરી ભાવિના ચાર વર્ષનાં હતાં ત્યારે તેમને પગે પોલિયો થયેલો. એ પછી શરૂ થયેલો સંઘર્ષ આજે પણ ચાલે છે. તેમના લગ્ન અમદાવાદમાં વેપાર કરતા નિકુલ પટેલ સાથે થયાં છે. જેઓ ક્રિકેટની રમત સાથે સંકળાયેલ છે. ભાવિના પટેલ ESIC (એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ સ્કીમ)ના કર્મચારી છે. 2008થી ભાવિના ટેબલ ટેનિસ રમે છે.
ભાવિના અને તેને મળેલ મેડલ્સ
ભાવિના પટેલે 2008થી 2020માં નેશનલ ટુર્નામેન્ટમાં 12 ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. 28 આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને એમાં પાંચ ગોલ્ડ, 12 સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલ જીત્યાં છે. એશિયન ગેમ્સમાં પણ મેડલ મેળવેલ છે.
ભવિનાએ 2021-ટોક્યો પેરા ઓલિમ્પિકમાં મેળવ્યો સિલ્વર મેડલ
ભાવિના પટેલે ટોક્યો પેરા ઓલમ્પિક-2021માં ટેબલ ટેનિસની ક્વાર્ટર ફાઇનલમાં સર્બિયાની ખેલાડીને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. સેમી ફાઇનલમાં તેમણે ચીનની ઝેન્ગ મિઆઓને હરાવી હતી. જ્યારે ગોલ્ડ મેડલ માટેની મેચમાં તેને ચીનની ઝો યિંગ સામે પરાજયનો સામનો કરવો પડયો હતો, પરંતુ તેમણે સિલ્વર મેડલ નિશ્ચિત કર્યો હતો.
આ પણ વાંચો: કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા તમારૂ બેસ્ટ પરફોર્મન્સ આપો : ભાવિના પટેલ
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલનું ધામધૂમથી સ્વાગત