- મહેસાણા જિલ્લામાં બુધવારના રોજ સામન્ય સભા યોજવામાં આવી
- મહેસાણા વિસ્તારના વિવિધ ક્ષેત્રે વિકાસ લક્ષી અંદાજપત્રની જાહેરાત કરવામાં આવી
- પંચાયતની વિવિધ 8 સમિતિ માટે સમિતિ સભ્યોની નિમણૂક કરવામાં આવી
મહેસાણાઃ જિલ્લા પંચાયત ખાતે બજેટ અને સમિતિ સભ્યો માટે બેઠક યોજાઈ હતી. જેમાં સામાન્ય સભામાં વિવિધ 8 સમિતિઓના સભ્યોની નિયુક્તિ કરાઈ હતી. તેમ જ મહેસાણા જિલ્લા પંચાયતે આ વખતેના બજેટમાં ખાસ આરોગ્ય ક્ષેત્રે ગર્ભવતી મહિલાઓ માટે ફિઝિશિયન સેવા શરૂ કરવા ગર્ભ વતી મહિલાઓ માટે ફિઝિશિયન ડૉક્ટરની 2 વિઝિટ ફ્રી આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે

- મહેસાણા જિલ્લાનું 393.05 લાખનું બજેટ જાહેર કરાયું
- શિક્ષણ ક્ષેત્રે 100 લાખનું અંદાજપત્ર જાહેર કરાયું
- વિકાસ ક્ષેત્રે 20 લાખનું અંદાજપત્ર
- આરોગ્ય ક્ષેત્રે ગર્ભવતી મહિલાઓ માટે ફિઝિશિયન સેવા શરૂ કરાશે
- પોષણ ક્ષેત્રે 70 લાખનું અંદાજપત્ર
- સમજકલ્યાણ ક્ષેત્રે 50 લાખનું અંદાજપત્ર
- પશુપાલન ક્ષેત્રે 67 લાખનું અંદાજપત્ર
- ખેતીવાડી ક્ષેત્રે 35 લાખનું અંદાજપત્ર
- મહેસાણા જિલ્લા પંચાયત ખાતે બજેટ અને સમિતિ સભ્યો માટે બેઠક યોજાઈ હતી.
મહેસાણાઃ જિલ્લામાં બુધવારના રોજ સામન્ય સભા યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયત વિસ્તારના વિવિધ ક્ષેત્રે વિકાસ લક્ષી અંદાજપત્રની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા પંચાયતમાં બુધવારના રોજ પ્રમુખ સ્થાનેથી 393.05 લાખનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે સાથે જિલ્લા પંચાયતની વિવિધ 8 સમિતિ માટે સમિતિ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. તો આગામી સભામાં સમિતિ ચેરમેનોની વરણી કરવામાં આવનારી છે.
393.05 લાખનું બજેટ જાહેર કરાયું
મહેસાણા જિલ્લા પંચાયતમાં બુધવારના રોજ તમામ 42 સભ્યોની ઉપસ્થિતિમાં જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપ્રમુખ દ્વારા જિલ્લા પંચાયત વર્ષ 2020-2021ના અંદાજપત્રની સુધારી વર્ષ 2021-2022 માટેનું સુધારેલ અંદાજ પત્ર રજૂ કરવામાં આવ્યું છે. જેમાં શિક્ષણ ક્ષેત્રે 100 લાખ, વિકાસ ક્ષેત્રે 20 લાખ, પોષણ ક્ષેત્રે 70 લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે 50 લાખ, પશુપાલન ક્ષેત્રે 67 લાખ અને ખેતીવાડી ક્ષેત્રે 35 લાખ મળી અન્ય કામો માટે કુલ 393.05 લાખનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લા પંચાયતે આ વખતેના બજેટમાં ખાસ આરોગ્ય ક્ષેત્રે ગર્ભવતી મહિલાઓ માટે ફિઝિશિયન સેવા શરૂ કરવા ગર્ભ વતી મહિલાઓ માટે ફિઝિશિયન ડૉક્ટરની 2 વિઝિટ ફ્રી આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે.