મહિસાગરઃ મહિસાગર-લુણાવાડા A.R.T.O. દ્વારા જિલ્લામાં બાકી રહી ગયેલા જૂના વાહનો માટે ખાસ હાઈ સિક્યુરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં www.hsrpgujarat.com પર વાહનની વિગતો અપલોડ કરી અરજી નંબર મેળવી ઓનલાઈન અથવા કચેરીના કાઉન્ટર પર ભરપાઈ કરવાની રહેશે, ત્યાર બાદ કેમ્પ પર ફીટમેન્ટ કરાવવા ઇચ્છતા અરજદારે તેની નોંધ HSRP કાઉન્ટર પર કરવાથી તે તારીખના રોજ તેમની નંબર પ્લેટ ફીટ કરી આપવામાં આવશે. કાઉન્ટરના ટેલીફોન નંબર 02674 252120 પર સંપર્ક કરી શકશો.
આ અંગેના કેમ્પ તાલુકા કક્ષાએ 4 ફેબ્રુઆરી, 2020ના રોજ સંતરામપુર આઝાદ મેદાન, 6 ફેબ્રુઆરી, 2020ના રોજ ખાનપુર મેઇન રોડ, 9 ફેબ્રુઆરી, 2020ના રોજ વિરપુર જનતા ટોકીઝ, 11 ફેબ્રુઆરી, 2020ના રોજ કડાણા સર્કિટ હાઉસ, 13 ફેબ્રુઆરી, 2020ના રોજ મલેકપુર, દિવડા મુખ્ય રોડ ખાતે, 15 ફેબ્રુઆરી, 2020ના રોજ લીબંડીયા મેન બજાર, 16 ફેબ્રુઆરી, 2020ના રોજ બાલાસિનોર GIDC ખાતે તેમજ 18 ફેબ્રુઆરી, 2020ના રોજ સંતરામપુર આઝાદ મેદાન, 20 ફેબ્રુઆરી, 2020ના રોજ ખાનપુર મેઇન રોડ, 22 ફેબ્રુઆરી, 2020ના રોજ વિરપુર જનતા ટોકીઝ, 23 ફેબ્રુઆરી, 2020ના રોજ કડાણા સર્કિટ હાઉસ, 25 ફેબ્રુઆરી,2020ના રોજ મલેકપુર, દિવડા મુખ્ય રોડ ખાતે, 27 ફેબ્રુઆરી, 2020ના રોજ લીબંડીયા મેન બજારમાં તેમજ તા.29 ફેબ્રુઆરી,2020 ના રોજ બાલાસિનોર GIDC ખાતે કેમ્પો સમય 10: 00 થી 7-00 દરમ્યાન યોજાશે. જેનો લાભ લેવા જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની અખબારીયાદીમાં જણાવ્યું છે.