રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલ ઝડપથી વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમ અમલમાં આવેલ છે. તે અંતર્ગત વ્યક્તિલક્ષી રજૂઆતોના નિકાલ માટે આવક, જાતિ, ક્રિમિલિયર, ડોમિસાઇલ, પ્રમાણપત્રને લગતા દાખલાઓ તેમજ રેશનકાર્ડને લગતી અરજીઓ, આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડમાં નામ નોધાવવાની અરજીઓમાં અમૃતમ યોજના તથા વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી અને કાર્ડ ઇસ્યુ કરવા, રાજ્ય સરકારની કૃષિ, પશુપાલન, સહકાર, વાહનવ્યવહાર, ઇસ્ટેમ્પિંગ સેવા, ગ્રામવિકાસ, પંચાયત, સમાજકલ્યાણની યોજનાઓ હેઠળ વ્યક્તિલક્ષી લાભો તેમજ જમીન માપણી અને નવી નોંધ દાખલ કરવાને લગતી અરજીઓ સ્વીકારવામાં આવી હતી.
આરોગ્યની તપાસ પણ કરવામાં આવી હતી. સેવાસેતુ કાર્યક્રમમાં સ્થળ પર જે તે અરજદાર રજૂઆત લઇને આવ્યા ત્યારે રજુઆતના ગુણદોષ, રજુકરેલ તથ્યો અને જરૂરીયાત પ્રમાણે સ્થળ મુલાકાત કરીને રજૂઆતોનો સ્થળ પર નિકાલ લાવવા તાલુકા કક્ષાના વહીવટીતંત્ર દ્વારા તનતોડ મહેનત કરી આવેલ લાભાર્થીઓને દિવસે તેમના કામનો નિકાલ કરવા ઘનિષ્ઠ પ્રયાસો કર્યા હતા. આ કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારના નાગરીકોનો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.