કોંગ્રેસે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, ગોડાઉનમાં જનતા રેડ કરતા ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં માટી, ઢેફા, કાકરા, ફોફા હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ત્યારબાદ રાજ્ય સરકાર તરફથી મુખ્યપ્રધાન, ઉપ મુખ્યપ્રધાન, કૃષિપ્રધાનએ તપાસ કરાવી દોષીત સામે કાર્યવાહી કરવાને બદલે નિવેદનોનો મારો ચલાવ્યો છે. સરકારે દાવો કર્યો હતો કે, તપાસના આદેશ અપાયા છે પોલીસ કેસ થઈ ગયો છે પરંતુ, વાસ્તવિકતાએ છે કે ગાંધીધામ ખાતે કોઈપણ વિભાગ દ્વારા પાંચ દિવસ થયા હોવા છતાં પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા એકબીજા વિભાગ પર જવાબદારીની ખો દેવાનું કામ થઇ રહ્યું છે આટલી મોટી ગંભીર ઘટના હોય રાજ્ય-કેન્દ્ર સરકારના નાણાંનો દુરુપયોગ થતો હોય ત્યારે સરકાર દ્વારા ગંભીરતા લેવાને બદલે માત્ર નિવેદનો જ આપવામાં આવી રહ્યા છે. ત્યારે આ પરથી લાગે છે કે સરકારનો મલિન ઇરાદો છે 2017ની ટેકાના ભાવે મગફળીની ખરીદી કરનાર ભાજપના જ નેતાઓની સહકારી મંડળીઓ એટલે સરકાર દ્વારા નક્કર કાર્યવાહી કરવાને બદલે કૌભાંડોને છાવરી રહી છે એ વાત સરકારની ઢીલી નીતિથી સ્પષ્ટ થાય છે. તેમ કોંગ્રેસના કિસાન સંઘના ચેરમેન પાલભાઈ આંબલિયા જણાવ્યું હતું.