ભુજમાં કવિ હદયના અટલજીને કાવ્યાંજલિ કાર્યક્રમમાં રાજ્યપ્રધાન વાસણભાઇ આહિરે દીપ પ્રાગટ્ય અને પુષ્પાંજલિ વડે કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. પુષ્પદાન ગઢવી, તારાચંદ છેડા ,લતાબેન સોલંકી, કેશુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

કચ્છના ભૂકંપ સમયે કચ્છના વિકાસમાં તેમજ તેને ઉભું કરવા સાથે ટેક્સ હોલીડે સહિતના પગલાં ભરનાર પૂર્વ વડાપ્રધાનને યાદ કરીને કચ્છના કવિઓ જયંતિ જોશી, પબુદાન ગઢવી, પુષ્પ કૃષ્ણકાંત ભાટીયા ,કાન્ત જયંતિ, ગોર જખ્મી અને લાલજી મેવાડાએ કવિતાઓ વડે અટલજીને યાદ કરીને તેમને અંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રસિકજનો ઉપસ્થિત રહ્યા હતા.