હાલ ઉનાળાનો સમય શરૂ થતાં લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે અને લોકોને આઠ-આઠ દિવસે પીવાનું પાણી જૂનાગઢવાસીઓને મળે છે. ત્યારે એકી સાથે 500 મીટરના ગાળામાં જ બે પાણીની પાઇપલાઇન લીકેજ થતાં હજારો લીટર પાણીનો વ્યય થયો હતો. તેમજ આસુપાસના વિસ્તારમાં રહેતા લોકોના ફળીયામાં ભર ઉનાળે પાણીના ભરાઇ જતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. લોકોએ કહ્યું હતું કે, લોકોને પીવા માટે પાણી આઠ આઠ દિવસે અપાઇ છે. પરંતું અહી હજારો લીટર પાણી વેડફાટ થઈ રહ્યું છે, છતાં પણ તંત્ર ઘોર નિન્દ્રામાં દેખાયું છે.
જૂનાગઢમાં બે પાઈપલાઈન લીકેજ, ઉનાળામાં સર્જાઈ ચોમાસા જેવી સ્થિતિ
જૂનાગઢઃ જિલ્લામાં જેતપુર-સોમનાથ નેશનલ હાઇવે નજીક સહકાર નગર ગેટ પાસે તેમજ એકતા નગર પાણીની પાઇપ લાઇન લીકેજ થતાં રસ્તા પર હજારો લીટર પાણીનો વ્યય થયો હતો. માત્ર એટલુ જ નહી લોકાના ફળીયાઓમાં પણ પાણી ફરી વળ્યા હતાં. ભર ઉનાળામાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાય હતી.