- આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જૂનાગઢમાં સહાય વિતરણ
- રાજ્ય સરકાર ગુજરાતના વિકાસને લઈને પ્રતિબદ્ધઃ રૈયાણી
- જૂનાગઢમાં પર્યટન ઉદ્યોગને વિકસાવવા માટે ની વિશાળ તકો
જૂનાગઢઃઆઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જૂનાગઢમાં રાજ્ય તેમજ રાષ્ટ્રિય યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના વાહન વ્યવહાર રાજ્યપ્રધાન અને જૂનાગઢના પ્રભારી અરવિંદ રૈયાણી ની હાજરીમાં કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. જેમા રાજ્ય તેમજ રાષ્ટ્રિય યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી.
દેશના વિકાસમાં સહભાગી થવા બદલ તમામ લાભાર્થીઓ નો આભાર માન્યો
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જૂનાગઢમાં રાજ્ય સરકારના પ્રધાન અરવિંદ રૈયાણી ની હાજરીમાં રાજ્ય તેમજ રાષ્ટ્રીય યોજના નામ લાભાર્થીઓને સહાય વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અલગ-અલગ પાંચ જેટલી રાષ્ટ્રીય તેમજ રાજ્યની યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી. આ સહાય મેળવેલા તમામ લાભાર્થીઓને વાહન વ્યવહાર રાજ્ય પ્રધાન અરવિંદ રૈયાણી એ રાજ્ય અને રાષ્ટ્રની સહાય યોજનામાં સામેલ થઈને દેશના વિકાસમાં સહભાગી થવા બદલ તમામ લાભાર્થીઓ નો આભાર માન્યો હતો.
આ પણ વાંચોઃ ગોવિંદપુર રેવન્યુ વિસ્તારમાં દીપડાનું અપ્રાકૃતિક મોત, વન વિભાગે એક વ્યક્તિની કરી અટક
આ પણ વાંચોઃ વિજયાદશમીએ મીઠાઈના વેપારીની જૂનાગઢની જનતાને ભેટ, ફાફડા-જલેબીના ભાવમાં ન કર્યો વધારો