જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતગણતરી સવારે 9 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. કૃષિ યુનિવર્સિટીમાં શરૂ થયેલી મતગણતરીમાં ભાજપે 27 બેઠક પર વિજય મેળવી લીધો છે, જ્યારે જિલ્લા પંચાયતની પાંચેય બેઠકો ભાજપે જીતી લીધી છે. જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપ સતત બીજી વખત ઐતિહાસિક જીત મેળવી છે. જૂનાગઢ મનપાના મોટા ભાગના વોર્ડમાં ભાજપની જીત થઈ છે. ભાજપના મેયર પદના મનોનીત ધીરુભાઈ ગોહાલનો વિજય થયો છે. કોંગ્રેસ હજુ સુધી ખાતું પણ ખોલી શકી નથી. આમ, ભાજપે સત્તાનું જાળવી ખારી શાસનનું પુનરાવર્તન કર્યું છે.
જૂનાગઢ મનપાની ચૂંટણીમાં પણ લોકસભાના પરિણામ વાળી થઈ છે. ભાજપે 59માંથી 43 બેઠક પર વિજય મેળવી પૂર્ણ બહુમતી સાથે સત્તાના શિખરો સર કર્યા છે. જો કે, કોંગ્રેસના સૂપડાં સાફ થતાં કોંગ્રેસ ખાતું પણ ખોલી શકી નથી.
જૂનાગઢ મનપામાં ભાજપની ક્લીન સ્લીપ કરી છે. મોટાભાગનાં વોર્ડમાં ભાજપની પેનલનો થયો છે. મહેન્દ્ર મશરૂ, ગિરીશ કોટેચા, શશીકાંત ભીમાણી આધ્યાશક્તિબેન મજમુદાર, બાલા રાડા, સંજય કોરડીયા સહિતના મોટાભાગના હાઈ પ્રોફાઈલ ઉમેદવારોનો જવલંત વિજય થયો છે.
જૂનાગઢ મનપામાં ભાજપની ક્લીન સ્લીપ કરી છે. મોટાભાગનાં વોર્ડમાં ભાજપની પેનલનો થયો છે. મહેન્દ્ર મશરૂ, ગિરીશ કોટેચા, શશીકાંત ભીમાણી આધ્યાશક્તિબેન મજમુદાર, બાલા રાડા, સંજય કોરડીયા સહિતના મોટાભાગના હાઈ પ્રોફાઈલ ઉમેદવારોનો જવલંત વિજય થયો છે.
1,2,3,5,6,7,9,10,11,13,14 વોર્ડમાં ભાજપની પેનલના ઉમેદવારોને વિજેતા જાહેર થયાં છે. વોર્ડ નંબર-3 પર ભાજપ પહેલાથી બિન હરીફ વિજેતા જાહેર થયું છે. આમ, 12 વોર્ડમાં ભાજપનો વિજય થયો છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની વડાલ બેઠક અને તાલુકા પંચાયતની સુખપુર અને સીટ પર ભાજપનો વિજય થયો છે. અન્ય 3 ઉમેદવારો ભાજપના વિજેતા થયાં છે.
પોરબંદર તાલુકાની રાતીયા બેઠક પર ભાજપની જીત થઈ છે. જ્યારે કુતિયાણા તાલુકા પંચાયતની આઠ બેઠકો પર પરિણામ જાહેર થઈ છે. બે બેઠક પર કોંગ્રેસ અને છ બેઠક પર ભાજપની જીત થઈ છે. મોબાતપરા, સિંધ પુર, રોઘડા, કડેગી, ખાગેશ્રી અને કોટડા બેઠક પર ભાજપનો વિજય થયો છે. દેવડા અને ચૌટા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.
અમરેલી-રાજુલાના માંડણ બેઠક પર ભાજપનો વિજય થયો છે. માંડણ બેઠક પરથી ભાજપના જમાલભાઈ મકવાણા ચૂંટાયા છે. રાજુલાની ત્રણ બેઠકોમાંથી 2 ભાજપ 1 અપક્ષની જીત થઈ છે. જાફરાબાદની ત્રણ બેઠકમાંથી 2 ભાજપ 1 અપક્ષની જીત થઈ છે. યોજાયેલી પેટા ચૂંટણીમાં 6 બેઠકોમાંથી 5 બેઠક ભાજપ પાસે હતી અને 1 કોંગ્રેસ પાસે હતી. આ પરિણામથી ભાજપ 4 અને 2 અપક્ષ જીત્યા છે. કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું નથી.
પોરબંદર કુતિયાણા તાલુકા પંચાયતની પાંચ બેઠકો પર પરિણામ જાહેર થયું છે. બે બેઠક પર કોંગ્રેસ અને ત્રણ બેઠક પર ભાજપની જીત થઈ છે. કડેગી, ખાગેશ્રી અને કોટડા બેઠક પર ભાજપનો વિજય થયો છે. દેવડા અને ચૌટા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.
ખેડા જિલ્લા પંચાયતની પીપળાતા બેઠકનું પરિણામ જાહેર થયું છે. જેમાં ભાજપે કોંગ્રેસ પાસેથી બેઠક આંચકી લીધી છે. ભાજપ ઉમેદવાર મીનાબેન પરમારનો વિજય થયો છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હંસાબેન પરમારની 5963 મતથી હાર થઈ છે.
ભાજપના કાર્યકર્તાઓ ચૂંટણીમાં મળેલ વિજયને ઉત્સવના રૂપમાં મનાવી રહ્યા છે. જેથી આવતી કાલે મુખ્યપ્રધાન રૂપાણી અને પ્રદેશ પ્રમુખ વાઘાણી જૂનાગઢના વિજય સંમેલનમાં હાજરી આપશે.
રાજ્યમાં વિવિધ જગ્યાએ જિલ્લા અને પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. જેથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી દેશની જનતાને ભાજપને જીત અપાવવા બદલ આભાર વ્યક્ત કર્યો છે.
- જામનગરમાં ચેલા જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં ભગવો લહેરાયો
- કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી ભાજપે સત્તા મેળવી
- ચોથા રાઉન્ડના અંતે ભાજપની 1283 મતથી જીત
- કોંગ્રેસના સદસ્યનું અવસાન થતા પેટા ચૂંટણી યોજાઈ
- ભાજપના રમેશ સિંચની ભવ્ય જીત, કોંગસના અમિત પરમારની કારમી હાર
- અમરેલી-રાજુલા તાલુકા પંચાયતની બે બેઠકો પર ભાજપની જીત
- રાજુલાની ધારેશ્વર બેઠક ભાજપના ફાળે,
- ધારેશ્વરમાં ભાજપના મીનાક્ષીબેન વીંજુડા ચૂંટાયા
- ભેરાઈમાં બેઠક પર ભાજપ કોંગ્રેસને માત આપી અપક્ષ ચૂંટાયો,
- ભેરાઈ અપક્ષ જીવણીબેન રામ ચૂંટાયા
- અમરેલી-જાફરાબાદ તાલુકા પંચાયતની 3 બેઠકની મત ગણતરી
- મિતિયાલામાં અપક્ષનો થયો વિજય,
- જયાબેન સોલંકી અપક્ષ મિતિયાલા બેઠક પર ચૂંટાઈ આવ્યા
- લોઠપુરમાં મંજુબેન રાઠોડ ભાજપ ચૂંટાયા,
- શિયાળબેટમાં ભાજપના શિવાભાઈ શિયાળ ચૂંટાયા
- ગાંધીનગર મહાપાલિકા ભાજપના ઉમેદવાર પ્રણવ પટેલની ચોથા રાઉન્ડના અંતે જીત નિશ્ચિત
- ચોથા રાઉન્ડના અંતે ભાજપે કુલ ૪૭૧ મતની મેળવી લીડ
- ગાંધીનગર મહાપાલિકામાં વોર્ડ-3માં ત્રીજા રાઉન્ડના અંતે ભાજપ 162 મતથી આગળ
- જામનગર ચેલા જિલ્લા પંચાયત પેટા ચૂંટણીમાં મતગણતરી, ત્રીજા રાઉન્ડના અંતે ભાજપ 1997 મતથી આગળ
- ગાંધીનગર મહાપાલિકામાં વોર્ડ નંબર-3 પેટાચૂંટણીની મતગણતરી શરુ, પ્રથમ રાઉન્ડના અંતે ભાજપે 101 મતની મેળવી લીડ
- કુલ પાંચ રાઉન્ડમાં મતગણતરી, બીજા રાઉન્ડના અંતે ભાજપે મેળવી કુલ 143ની લીડ