આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસે કમર કસીરહ્યું છે. મુખ્યપ્રધાની હાજરીમાં વંથલીમાં ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે કોંગ્રેસ દ્વારા પણ જૂનાગઢમાં કાર્યકર્તાઓએ સંમેલનનું આયોજન કર્યું હતું. જેમાં જૂનાગઢ,માંગરોડ અને ઊનાનાં ધારાસભ્યે હાજરી આપીને કાર્યકર્તાઓને આગામી ચૂંટણીને લઈકામ પર લાગી જવા માટેઅને પક્ષના કોઈ પણ ઉમેદવારને જીતાડવા માટે કમર કસી લેવા આદેશો આપવામાં આવ્યા હતા.
જૂનાગઢ બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. ત્યારે કોંગ્રેસ આ બેઠક પર તેમનો ઉમેદવાર વિજયી બને તે માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. જેની શરૂઆત આજથી કરવામાં આવી હતી.