ETV Bharat / state

મકાન દુર્ઘટનામાં મૃતકોના પરિજનોને આર્થિક સહાય કરતાં કોંગ્રેસના કર્ણદેવસિંહ જાડેજા

જામનગરઃ શહેરમાં દેવુભા ચોકમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત થયા હતાં. મૃતકોના પરિવારને આર્થિક સહાય માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા  જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સાથે કોંગ્રેસના કર્ણદેવ સિંહે ત્રણ મૃતકના પરિજનોને 11,000ના ચેક આપી મદદ કરી હતી. આ ઉપરાંત આજુબાજુના મકાનોને થયેલાં નુકસાનન સામે વળતર આપવાનું આશ્વાસન આપ્યું હતું.

મકાન દુર્ઘટનામાં મૃતકોના પરિજનોને આર્થિક સહાય કરતાં કોંગ્રેસના કર્ણદેવસિંહ જાડેજા
author img

By

Published : Aug 22, 2019, 11:00 PM IST

જામનગરમાં ગત તારીખ 17ના રોજ દેવુભા ચોક વિસ્તારમાં મકાન ધરાશાયી થયું હતું. જેમાં અનવરભાઈ, મોહન રાઠોડ અને અશોક રાઠોડનું મોત થયું હતું. જામનગર મહાનગર પાલિકા અને વહીવટી તંત્ર દ્વારા દુર્ઘટનામાં અવસાન પામેલાં પરિવારજનોને કોઈ આર્થિક સહાય આપવામાં આવી નથી. તેમ જ રાજ્ય સરકાર દ્વારા પણ આર્થિક સહાય આપવામાં આવી નથી. ત્યારે સ્થાનિક તંત્રની બેદકારીના કારણે ત્રણમાંથી પૈકી એકનું મોત થયું હોવાના ગંભીર આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યાં છે.

મકાન દુર્ઘટનામાં મૃતકોના પરિજનોને આર્થિક સહાય કરતાં કોંગ્રેસના કર્ણદેવસિંહ જાડેજા
આ અંગે સ્થાનિકો જણાવી રહ્યાં છે કે, "જામનગર મહાનગરપાલિકાની રેસ્ક્યુ ટીમ દ્વારા ફરજમાં બેદરકારીના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. રેસ્ક્યુ ઓપરેશન કલાકો સુધી બંધ રાખતા કાટમાળમાં ફસાયેલાં મોહનભાઈ રાઠોડનું ગૂંગળામણને કારણે મોત થયું હતું." આ જીવલેણ દૂર્ઘટના બાદ પણ તંત્ર દ્વારા સ્થાનિકોને કોઈ આર્થિક સહાય કરવામાં આવી નથી. એટલે કોંગ્રેસ શહેરના ઉપપ્રમુખ કર્ણસિંહ જાડેજાએ સ્થાનિકોને 11,000ની મદદ કરી હતી.

Intro:Gj_jmr_04_cong_dan_pkg_7202728_mansukh

જામનગરમાં મકાન દુર્ઘટનામાં અવસાન પામેલા પરિજનોને આર્થિક સહાય કરતા કોંગ્રેસના કર્ણદેવસિંહ જાડેજા

બાઈટ: કર્ણદેવસિંહ જાડેજા, કૉંગ્રેસ શહેર ઉપપ્રમુખ

અશોકભાઇ રાઠોડ,મૃતકના પરિજન

જામનગરમાં દેવુભા ચોકમા ત્રણ માળનું મકાન ધરાશાયી થતા ત્રણ લોકોના મોત નિપજ્યા હતા... જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.... અને કર્ણદેવ સિંહ દ્વારા તમામ ત્રણ મુતકના પરિજનોને અગિયાર અગિયાર હજારના ચેક આપી મદદ કરી છે....દુર્ઘટનામાં મૃત્યુ પામનાર ત્રણે મૃતકના પરિવારજનોને આર્થિક સહાય કરવામાં આવે તેમજ આજુબાજુના મકાનોને નુકસાન થયું છે તેને પણ સહાય આપવામાં આવે તેવી જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ કર્ણદેવ સિંહ જાડેજા દ્વારા રજૂઆત કરવામાં આવી છે..

જામનગરમાં ગત તારીખ 17 ના રોજ દેવુભા ચોક વિસ્તારમાં મકાન ધરાશાયી થતા અનવરભાઈ દાઉદભાઈ,મોહન લવજીભાઈ રાઠોડ, અશોક પરસોત્તમભાઈ રાઠોડનું મોત નીપજ્યું હતું..... જામનગર મહાનગર પાલિકા અને વહીવટી તંત્ર દ્વારા દુર્ઘટનામાં અવસાન પામેલા પરિવારજનોને કોઈ આર્થિક સહાય આપવામાં આવી નથી તેમ જ રાજ્ય સરકાર દ્વારા પણ આર્થિક સહાય આપવામાં આવી નથી...

સાથે સાથે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે જામનગર મહાનગરપાલિકાની રેસ્ક્યુ ટીમ દ્વારા ફરજમાં બેદરકારી દાખવી હોવાથી એક વ્યક્તિનું ગુંગળામણના કારણે મોત નીપજ્યું હતું.... રેસ્ક્યુ ઓપરેશન કલાકો સુધી બંધ રાખતા કાટમાળમાં ફસાયેલા મોહનભાઈ રવજીભાઈ રાઠોડનું ગુંગળામણને કારણે મોત નિપજયું હોવાનો આક્ષેપ થયો છે....

Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.