જામનગર : ભારતીય રેલવે વિભાગ ગુજરાતના જામનગર સહિત દેશભરના અલગ અલગ રાજ્યમાં નવી 9 વંદે ભારત એકસપ્રેસ ટ્રેનો શરુ કરવા જઇ રહ્યો છે. જેના ભાગ રુપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર 24મી સપ્ટેમ્બરે જામનગર – રાજકોટ– અમદાવાદ સહિત દેશભરની 9 વંદે ભારત ટ્રેનને ઓનલાઇન લીલી ઝંડી ફરકાવી સ્ટાર્ટ અપાવી લોકાર્પણ કરનાર છે. જામનગરથી દોડનારી આ નવી ટ્રેન ગુજરાતની ત્રીજી વંદે ભારત એકસપ્રેસ ટ્રેન બનશે.
સ્ટોપેજ કયા છે : રવિવારે 24મી સપ્ટેમ્બરે પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમ બાદ બપોરે આ ટ્રેનનું જામનગર ખાતે વર્ચ્યુઅલ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવનાર છે.જામનગરથી ઉપડતી આ વંદે ભારત ટ્રેનને રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ અને સાબરમતી સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યા છે.
આ ટ્રેન આધુનિક સુવિધાથી સંપન્ન છે. ટ્રેનમાં આરામદાયક સીટ, સ્લાઇડિંગ દરવાજા, વ્યકિતગત રીડિંગ લાઇટસ, મોબાઇલ ચાર્જિગ પોઇન્ટસ, એટેન્ડન્ટ કોલ બટન્સ, બાયો–ટોઇલેટસ, ઓટોમેટિક એન્ટ્રી અને એકિઝટ ડોર, સીસીટીવી કેમેરા વગેરે જેવી આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે.રેલવે કર્મચારીઓ જે આ વિશ્વકક્ષાની ટ્રેનમાં તેમની ફરજ નિભાવી રાષ્ટ્ર્રને તેમની સેવાઓ આપે છે તેઓએ પોતાની લાગણીઓ વ્યકત કરી છે. આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ વંદે ભારત ટ્રેનની ડ્રાઈવર કેબિનમાં બેસવાથી અને આ આધુનિક ટ્રેન સેટનું સંચાલન કરવાથી તેમને આત્મસંતોષ મળે છે. તેવી જ રીતે ટિકિટ ચેકિંગ સ્ટાફ પણ આ વંદે ભારત એકસપ્રેસ ટ્રેન ઉપર યાત્રીઓની ટિકિટો ચેક કરતાં સમયે ખૂબ ગર્વે અનુભવે છે. યાત્રીઓ આ ટ્રેનમાં તમામ સુવિધાઓ અને સફાઈ વિશે હકારાત્મક અભિગમ દર્શાવે છે....સુમિત ઠાકોર (પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી)
જનરલ ટાઈમિંગ : જાણવા મળ્યા મુજબ રેલવે તંત્ર દ્રારા આ ટ્રેનના જનરલ ટાઈમિંગ નક્કી થઈ રહ્યાં છે. આ ટ્રેન મોટેભાગે જામનગર – વડોદરા ઇન્ટરસિટીની સમાંતર દોડાવવામાં આવશે તેમ મનાય છે. રવિવારે વડાપ્રધાનના વર્ચ્યુઅલ કાર્યક્રમ દરમિયાન જામનગર સ્ટેશન ખાતે સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવો તેમ જ રાજકોટ રેલવે ડિવિઝનના ડીઆરએમ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેવાના હોવાનું જાણવા મળે છે.
-
A new #VandeBharat Express is all set to add to the glimmer of the state of Gujarat.
— Ministry of Railways (@RailMinIndia) September 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Can you guess the route?
Hint: it starts from #Jamnagar pic.twitter.com/Ti5DPBY2Gh
">A new #VandeBharat Express is all set to add to the glimmer of the state of Gujarat.
— Ministry of Railways (@RailMinIndia) September 21, 2023
Can you guess the route?
Hint: it starts from #Jamnagar pic.twitter.com/Ti5DPBY2GhA new #VandeBharat Express is all set to add to the glimmer of the state of Gujarat.
— Ministry of Railways (@RailMinIndia) September 21, 2023
Can you guess the route?
Hint: it starts from #Jamnagar pic.twitter.com/Ti5DPBY2Gh
ગુજરાતની ત્રીજી વંદે ભારત ટ્રેન : રાજકોટ જંકશન ખાતે પણ સંસદ સભ્યો સહિતના અગ્રણીઓ દ્વારા આ ટ્રેનનું સ્વાગત થનાર છે. ભારતીય રેલવેએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવેલી, દેશભરમાં વિવિધ શહેરોને જોડતી મેક ઇન ઇન્ડિયા હેઠળની સ્વદેશી ઉત્પાદન સેમી હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનોનું સંચાલન કરી રહી છે. ગુજરાતમાં મુંબઈ સેન્ટ્રલ, ગાંધીનગર કેપિટલ, અમદાવાદ (સાબરમતી) જોધપુર એમ બે જોડી વંદે ભારત એકસપ્રેસ ટ્રેનો ચાલી રહી છે. હવે જામનગરથી ત્રીજી વંદે ભારત ટ્રેન શરુ થશે.