જામનગરમાં જિલ્લા પંચાયતની સામે છેલ્લા ત્રણ દિવસથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાળ પર છે, જેના કારણે જિલ્લામાં કામકાજ બંધ થતાં લોકોને મુશ્કેલીઓ પડી રહી છે.
બાદમાં શહીદોને દેશભક્તિના ગીતો ગાઇ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને જિલ્લા પંચાયતથી ગુરુદ્વારા ચોકડી સુધી રેલી યોજી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતાં હાથમાં જુદા જુદા બેનર લગાવી વિવિધ નીતિઓનો વિરોધ પણ કર્યો હતો. આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાની 13 માંગણીઓ પર અડગ છે અને જ્યાં સુધી તેમની માંગણી નહીં માનવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.