ETV Bharat / state

રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ એકટ લાગુ, આરોપીઓને 14 વર્ષની સખત કેદની સજાની જોગવાઈ

ગુજરાત વિધાનસભાગૃહમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં ગેરકાયદેસર જમીન પર કબજો મેળવીને ખોટો જમાવતા ભૂમાફિયા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. જેને સમગ્ર રાજ્યમાં આજથી (બુધવાર) જ લાગુ કરવાની જાહેરાત રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી હતી.

Etv Bharat, Gujarati News, CM Vijay Rupani
CM Vijay Rupani
author img

By

Published : Dec 16, 2020, 12:11 PM IST

  • રાજયમાં આજથી લેન્ડ ગ્રેબિંગ એકટ લાગુ
  • સમગ્ર દેશના ગુજરાત પ્રથમ રાજ્ય
  • રાજ્યમાં ગેરકાયદેસર જમીન પર કબજો મેળવનારા વિરુદ્ધ થશે કાયદેસરની કાર્યવાહી
  • કાયદામાં 7 વર્ષ થી 14 વર્ષની સખત કેદની જોગવાઈ
  • જિલ્લા પ્રમાણે 7 અધિકારીઓની કમિટી બનાવવામાં આવી

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાગૃહમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં ગેરકાયદેસર જમીન પર કબજો મેળવીને ખોટો જમાવતા ભૂમાફિયા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. જેને સમગ્ર રાજ્યમાં આજથી (બુધવાર) જ લાગુ કરવાની જાહેરાત રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી હતી. આ સમગ્ર રાજ્યમાં લાગુ થવાથી હવે ભૂમાફિયાની લગામ ખેંચવામાં આવી છે. જેથી હવે રાજ્યમાં કોઈપણ અસામાજિક વ્યક્તિ અથવા તો ભૂમાફિયાઓ ગેરકાયદેસર રીતે જમીન હડપ નહીં કરી શકે.

સમગ્ર રાજ્યમાં આજથી કાયદો લાગુ, સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ રાજ્ય

રાજ્યની વિજય રૂપાણી કાયદા વિશેની જાહેરાત કરી હતી કે, લેન્ડ ગ્રેબિંગ એક્ટ આજથી સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય જમીનના કાયદાને લઈને સૌ પ્રથમ વખત લેન્ડ ગ્રેબિંગ એક્ટ પસાર કરવામાં આવ્યો છે, જેથી હવે રાજ્યમાં કોઈપણ અસામાજિક વ્યક્તિ અથવા તો ભૂમાફિયાઓ ગેરકાયદેસર રીતે જમીન પોતાના કબજામાં લઇ શકશે નહીં અને જો તેઓ આવું કૃત્ય કરશે તો તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

7 અધિકારીઓની કમિટીની રચના કરવામાં આવી

રચના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કાયદાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કાયદાને અમલ કરવા માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં સાત અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે. આ કમિટી જિલ્લા પ્રમાણે કામ કરશે. કમિટીમાં ડીડીઓ મ્યુનિસિપલ કમિશનર, કલેકટર, અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીના અધિકારી, એસપી અને અધિક નિવાસી કલેકટરને કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિને ફરિયાદ કરવી હોય તો તેઓ સીધા કલેકટરને કરી શકે છે.

રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ એકટ લાગુ
કઈ રીતે થશે કાર્યવાહી ?
આ કાર્યવાહી કરવા બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની જાહેરાત કરી હતી કે, જો કોઈ વ્યક્તિની જમીન અથવા તો મકાન કોઇ અસામાજિક વ્યક્તિ અથવા તો ભૂમાફિયા હડપ કરી દીધું હોય તો તેઓ કઈ રીતે કાર્યવાહી કરી શકશે તો સૌપ્રથમ તે વ્યક્તિ સીધા કલેકટર ઓફિસે તેઓની ફરિયાદ કરશે. કલેકટર ઓફિસે તેમની ફરિયાદ દાખલ થતાં જ કલેકટર ફરિયાદને લઈને તપાસ હાથ ધરશે અને જો તપાસ વ્યાજબી ઠરશે તો કલેકટર પોલીસને સાત દિવસની અંદર કેસ દાખલ કરવાની સૂચના આપશે. સાત દિવસની અંદર કેસ દાખલ થયા બાદ 21 દિવસની અંદર પોલીસે આ તપાસ પૂર્ણ કરવાની રહેશે અને આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર કરવાના રહેશે. જેમાં સ્પેશ્યિલ કોર્ટ દ્વારા છ મહિનાની અંદર આરોપીઓને સજા આપવામાં આવશે. આમ, સમગ્ર પ્રક્રિયા કુલ છ થી સાત મહિના સુધી ચાલે તેવી પણ જાહેરાત રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી હતી.
આરોપીઓને 7 વર્ષ થી 14 વર્ષની સખત કેદની જોગવાઈ
કાયદામાં સજાની જોગવાઈ બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, જો કોઈ ભૂમાફિયાઓ દોષિત રહે તો કોર્ટ દ્વારા તેઓને સજા આપવામાં આવશે અને આ કાયદામાં સજા સાત વર્ષથી 14 વર્ષની રાખવામાં આવી છે. એટલે કે, સાત વર્ષથી વધુ હોય તો તેઓને જામીન લાયક પણ રહેતા નથી એટલે આ બિનજામીન લાયક ગુનો ગણવામાં આવશે.
રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ એકટ લાગુ
સરકારી જમીન પર ખબજો મેળવનારા ભુમાફિયા પણ સંકજામાં
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અનેક સરકારી જમીન ઉપર ભૂમાફિયાઓ દ્વારા દબાણ ઊભું કરીને જમીન આપવાના ઘટનાઓ સામે આવી છે તે બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ખાનગી જમીન હોય કે સરકારી જમીન હોય સરકાર કાયદાને સમાન નજરે જોશે અને સરકારી જમીન પર કબજો મેળવનારા આ ભૂમાફિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તો સરકારની સામે આવું કોઈ પણ ઘટના આવશે તો સરકાર પોતે સુઓમોટો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.

દરેક સ્પેશિયલ કોર્ટમાં એક સરકારી વકીલની નિમણુંક કરવામાં આવશે

સમગ્ર રાજ્યમાં આજથી લેન્ડ ગ્રેબીગ એક્ટ લાગુ કરવામાં આવ્યો છે, તે અંગે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આ તમામ કેસોનો નિકાલ છ મહિનાની અંદર જ કરવામાં આવશે, ત્યારે દરેક જિલ્લામાં એક સ્પેશિયલ કોર્ટની રચના કરવામાં આવશે અને દરેક સ્પેશિયલ કોર્ટમાં એક સરકારી વકીલની પણ નિમણુંક કરવામાં આવશે. જ્યારે વિશેષ અદાલતને દીવાની અને ફોજદારી બે પ્રકારની અદાલતી કાર્યવાહી હાથ ધરવાની સત્તાઓ પણ આપવામાં આવશે. જ્યારે આક્ષેપ ખોટા હોવાનું પુરવાર કરવાની જવાબદારી ભૂમાફિયાના શિરે રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.