આ કાર્યક્રમો ઉપરાંત ગુરૂવારે ગુજરાત પેટાચૂંટણીના જે પરિણામો આવ્યાં છે, તે અંગે ગુજરાત ભાજપના આગેવાનો સાથે ચર્ચા-વિચારણા કરી શકે છે. ગુજરાતની પેટાચૂંટણીના પરિણામ ભાજપને 6માંથી 3 બેઠકો મળી છે, જ્યારે કોંગ્રેસનો રાધનપુર, બાયડ અને થરાદમાં વિજય થયો છે. આ અંગે સંગઠન સાથે ચર્ચા કરી શકે છે.
અમિત શાહે ગુજરાતના તમામ નાગરિકોને ધનતેરસની શુભેચ્છા આપી. ગાંધીનગર લોકસભામાં 1378 કરોડના કામોનું લોકાર્પણ કરશે, જેનો લાભ 32 હજાર લોકોને થશે. વિકાસના કામો અને વ્યક્તિગત વિકાસના કામો હાથ પર લેવામાં આવ્યા છે. અમિત શાહે કહ્યું હતું કે, આજે હું સાંસદ તરીકે આવ્યો ત્યારે ગાંધીનગર કોર્પોરેશનને અભિનંદન આપીશ કારણ કે, ગાંધીનગરને કેરોસીન મુક્ત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. 13 હજાર ઘરોમાં ONGCની મદદથી ગેસના જોડાણ આપ્યા છે.
ભારત સરકારએ 5 વર્ષમાં 13 કરોડ લોકોને ગેસના બાટલા આપવાના આવ્યા છે, જેમાં 8 કરોડ ગ્રામ્ય વિસ્તારોમાં ગેસના સિલિન્ડર આપ્યા છે, આખી સિસ્ટમ ઉભી કરી, પ્રોડક્શન, ડિસ્ટ્રીબ્યુશનની તમામ વ્યસ્થા કરવામાં આવી છે.
અમિત શાહે સૂચન કહ્યું કે, દરેક સાંસદ સભ્યોએ પોતાના મત વિસ્તારમાં કામ કરવા જોઈએ, જો સરળ કામ થાય તો દેશનું પણ સારું થાય, મારી પ્રાથમિકતા મારો મત વિસ્તાર છે, પહેલાના તમામ ગાંધીનગર લોકસભાના સાંસદોએ સારું જ કામ કર્યું હતું, હવે મારે એમના જ રસ્તે ચાલવાનું છે. આગામી દિવસોમાં હું તમને સરળતાથી મળી શકું, તે બાબતની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
ગુજરાતનું પાટનગર ગાંધીનગર જિલ્લો બન્યો રાજ્યનો પ્રથમ કેરોસીન ફ્રી જિલ્લો.
કેન્દ્રીય ગૃહપ્રધાન અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે ગાંધીનગરની ૧૦૦૦ ગ્રામીણ ગરીબ બહેનોને ઉજવલા યોજના અન્વયે આવરી લઇ વિતરણ પત્રો આપ્યા હતા.
ONGCએ ૬.૧૩ કરોડના ખર્ચે આ યોજના સાકાર કરી છે. ગાંધીનગરમાં અત્યાર સુધી ૭૫૪૯૨ ગરીબ પરિવારોને ઉજ્વલા યોજનાનો લાભ મળ્યો છે.
ગૃહપ્રધાન અમિત શાહે શહેરી વિકાસના કામોનું લોકાર્પણ કર્યું હતું. સ્માર્ટ સીટી ડેવલોપમેન્ટ હેઠળ અનેક પ્રોજેટકનું લોકાર્પણ કર્યું, 70 કરોડના ખર્ચે CCTV પ્રોજેકટ, સીટી બસ પ્રોજેકટ, નવા અંડર બ્રિજ, અને SG હાઈ-વેને 6 લેન બનાવાના પ્રોજેકટનું લોકાર્પણ કર્યું . જ્યારે ગાંધીનગરને કેરોસીન મુક્ત શહેર પણ જાહેર કર્યું હતું.
ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર ખાતેના કાર્યક્રમમાં ગાંધીનગર શહેર મેયર મેયર રીટા પટેલે ભાંગરો વાટ્યો, ગાંધીનગર સાંસદ વિજયી બન્યા બાદ પ્રથમ વખત ગાંધીનગર આવ્યા હોવાનું નિવેદન આપ્યું હતું. અગાઉ પણ અમિત શાહ લોકસભા ચુંટણી બાદ બે વખત આવી ચૂક્યા છે. ગાંધીનગર, પીડીપીયુના કોન્વોકેશન કાર્યક્રમ તથા માણસા ખાતે નવરાત્રી દરમિયાન શાહ આવ્યા હતા ગાંધીનગર, મેયર ત્યારે કદાચ ઉઘમાં હશે અને અમિત શાહ આવીને જતા રહ્યા હોય તેવું લાગી રહ્ય છે. તેમના નીવેદન પછી મંચ પર તથા કાર્યક્રમમાં હાજર લોકોમાં ચર્ચાનો દોર શરૂ થયો હતો.