નાયબ મુખ્યપ્રધાન પટેલે વધુમાં જણાવ્યું કે, અલ્પેશ ઠાકોરને સરકારમાં સમાવવા કે નહીં તે ગુજરાતના ભાજપ પક્ષ તરફથી નક્કી કરવામાં આવતું નથી. પરંતુ આ આ નિર્ણય કેન્દ્રિય કક્ષાએ કરવામાં આવે છે. કેન્દ્રની સૂચના પ્રમાણે જ જે તે ધારાસભ્યને પ્રધાનપદ આપવામાં આવે છે. જ્યારે પ્રધાનમંડળના વિસ્તરણ બાબતે નીતિન પટેલે જણાવ્યું કે રાજકીય ફેરબદલના જે અહેવાલ છે, તે પાયાવિહોણા છે. આવું કંઈ જ થવાનું નથી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહ ફક્ત PDPUના કાર્યક્રમમાં આવી રહ્યા છે.
આમ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મંત્રીમંડળનું વિસ્તરણ અને અલ્પેશ ઠાકોર ને પ્રધાનપદ મળવા અંગે પણ સસ્પેન્સ જાળવી રાખ્યું છે.
રાજ્યમાં ખાણી-પીણીના ચસકા વધી રહ્યા છે. જ્યારે રાજ્યના દરેક શહેર જિલ્લામાં નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં ફૂડ સ્ટ્રીટ બની રહી છે, લોકો પોતાના મનગમતા ફૂડ અને વ્યંજન આરોગે છે, ત્યારે વેપારીઓ પણ વધુ નફો કમાવવા માટે ખાણીપીણીમાં ભેળસેળ કરીને વધુ નફો કમાવાનો પ્રયત્ન કરતાં હોય છે. ત્યારે આરોગ્ય વિભાગ અને ડ્રગ્સ વિભાગના કર્મચારીઓને કામગીરી ઝડપી કરવા માટે રાજ્ય સરકારે દસ જેટલી કાર, 50 જેટલા બાઈક અને લેપટોપ આપ્યા છે.
આવા બધા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં એન્ડ ડ્રગ્સ વિભાગના કર્મચારીઓને કામગીરી ઝડપી અને સરળ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વાહનો અને અતિ સુવિધાથી પ્રાપ્ત એવું લેપટોપ પણ આપવામાં આવ્યું હતું, જ્યારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આરોગ્ય વિશે વધુ જણાવ્યું કે દિવસે દિવસે લોકોમાં બહાર ખાવાનો ચસ્કો વધી રહ્યો છે, ત્યારે વેપારીઓ નફો લેવા માટે ભીડ કરતા હોય છે. ત્યારે આ રોકવા માટે આ વિહિકલ આપવામાં આવ્યા છે. જ્યારે રાજ્યના જિલ્લાઓમાં અને નગરપાલિકાઓમાં ફોરવીલ આપવામાં આવી છે, પરંતુ શહેરી વિસ્તાર કે જ્યાં અંતરિયાળ વિસ્તાર હોય ત્યાં અધિકારીઓને સરળતાથી પહોંચવા માટે બાઈકની સુવિધા આપવામાં આવી છે.
જ્યારે સુત્રોના જણાવ્યા પ્રમાણે લોકાર્પણ કાર્યક્રમ બાદ રાજ્યના મુખ્ય પ્રધાન નીતિન પટેલે રાજ્ય કક્ષાના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીને સૂચના આપી હતી કે તમામ કર્મચારીઓ સાથે એક બેઠક ગોઠવીને તમામ કર્મચારીઓને કામ બાબતે કડક સૂચના આપવામાં આવે.