- રાજ્યમાં 6 કોર્પોરેશન માં કુલ 919 ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી
- શનિવારે ઉમેદવારી કરવાનો અંતિમ દિવસ
- અમદાવાદ કોંગ્રેસ અને ભાજપ ના નેતાઓ નોંધાવશે ઉમેદવારી
- અત્યારસુધીમાં સૌથી વધુ અમદાવાદ 303 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી
ગાંધીનગર : 21 ફેબ્રુઆરીના રોજ કોર્પોરેશનની ચૂંટણી યોજાશે છે, ત્યારે 5 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગર આમ કુલ 6 કોર્પોરેશનમાં કુલ 919 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. જ્યારે શનિવારે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. શનિવારે બપોરના 3 કલાક સુધી હજૂ પણ બાકી રહી ગયેલા ઉમેદવારો ઉમેદવારી નોંધાવી શકશે.
સૌથી વધુ અમદાવાદમાં ઉમેદવારી નોંધાઇ
શુક્રવારના દિવસની વાત કરવામાં આવે તો સૌથી વધુ ઉમેદવારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોંધાઈ છે. AMCમાં 303 ઉમેદવારોએ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. જ્યારે સૌથી ઓછી વડોદરા શહેરમાં 66 ઉમેદવારોએ ફોર્મ ભરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હજૂ અનેક શહેરોમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યું નથી. ત્યારે શનિવારે બપોરના ત્રણ કલાક સુધીમાં તમામ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરશે.
ક્યા કોર્પોરેશનમાં કેટલા ફોર્મ ભરાયા
- અમદાવાદ - 303
- ભાવનગર - 143
- જામનગર - 87
- રાજકોટ - 189
- સુરત - 131
- વડોદરા - 66
કુલ 919 ઉમેવારો નોંધાયા
6 કોર્પોરેશનની કુલ 144 બેઠકો અને 576 ઉમેદવારો સામે અત્યાર સુધીમાં કુલ 919 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યા છે, જ્યારે શનિવારે અંતિમ દિવસે વધુમાં વધુ ઉમેદવારીપત્ર ભરાશે તેવી શક્યતા છે.