- ઓખા માછીમાર આગેવાનોની બેઠક યોજાઈ
- માછીમારોને થતાં નુકશાન અંગે બેઠક મળી હતી
- ભાજપ અગ્રણી પબુભા માણેકની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
ઓખા: ઓખા નજીકના દરિયામાં હવેથી લાઈન ફિશીંગ બંધ થશે. ઓખા ખાતે મળેલr વિવિધ બંદરના માછીમાર આગેવાનો વચ્ચે એક બેઠક યોજવામાં આવી હતી જેમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. જો લાઈન ફિશીંગ કરાશે તો બોટ એસોસિશન કડક પગલાં લેશે તેવો નિણર્ય આ બેઠકના અંતે કરવામાં આવ્યો હતો.
ઓખા બંદર ખાતે આજે લાઈન ફિશીંગથી થતા નુકશાન અને નાના માછીમારોને થતાં નુકશાન અંગે બેઠક મળી હતી. જેમાં વેરાવળ, ઓખા, દ્વારકા, પોરબંદર, સહિત દક્ષિણ ગુજરાતથી આવેલા માછીમારો વચ્ચે ભાજપ અગ્રણી પબુભા માણેકની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. નાના માછીમારોની જાળ કે બોટ વચ્ચે આવી જાય તો અકસ્માત કે નાના બોટવાળાની જાળને નુકશાન થાય અને લાઈન ફિશીંગથી નાના બોટવાળાઓને માછલી ઓછી મળે છે. વળી જૂથમાં ફિશીંગ થતી હોય નાની નાની માછલીઓ પણ જાળમાં આવી જતા તેનું બાળ મરણ થાય છે અને પર્યાવરણને પણ નુકશાન થાય છે તે માટે લાઈન ફિશીંગ બંધ કરવાનો નિર્ણય બેઠકમાં લેવાયો હતો.
નિર્ણયને તમામ માછીમારોએ આવકાર્યો
લાઈન ફિશીંગ બંધ કરવાનો નિર્ણય બેઠકમાં લેવાયો હતો. જેને ઓખા બંદરે આવતા તમામ માછીમારોએ આવકાર્યો હતો. જે માછીમાર જૂથમાં ફિશીંગ કરશે તેની ઉપર એસોસિએસન દ્વારા પગલાં લેવામાં આવશે અને તેને એસોસિશનમાંથી દૂર કરવામાં આવશે. સાથે જ તેમને ઓખા બંદર ઉપર કે નજીકમાં દરિયામાં ફિશીંગ માટે મનાઈ પણ કરવામાં આવશે. આમ લાઈન ફિશીંગ બંધ કરવાનો નિર્ણય આગેવાન પબુભા માણેકની અધ્યક્ષતામાં લેવાયો હતો.