વાહન વ્યવહાર આર.સી.ફળદુએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે ગુજરાત રાજ્યના સરહદી વિસ્તારમાં આવેલા આહવા ખાતે 100 આદિવાસી ભાઈઓ-બહેનોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ભારતની 2011ની વસ્તી ગણતરી મુજબ એક અબજ 21 કરોડની વસ્તીમાં 10 કરોડ એટલે કે, કુલ વસ્તીના 14.75 ટકા વસ્તી અનુસૂચિત જન જાતિની છે.જ્યારે ગુજરાતમાં 84 લાખ આદિવાસીઓની વસ્તી છે, ભારત દેશનીની સાંસ્કૃતિક ધરોહર એટલે પ્રાચીન આદિવાસી સંસ્કૃતિનો વારસો. આ મૂલ્યવાન વારસાને જાળવી રાખવા કૃષિ, ગ્રામવિકાસ પ્રધાન આર.સી.ફળદુએ પહેલ કરી હતી.
અંગ્રેજો સામે આઝાદીની લડતા લડતા બિરસા મુંડા, મહિસાગરના ગુરૂ ગોવિંદસિંહ જેવા આદિવાસી નેતાઓ સહિત સાબરકાંઠાના વિજયનગરના 1200 જેટલા જાંબાઝ આદિવાસી લોકોએ પોતાના બલિદાન આપ્યા હતા. આજે આ નેતાઓની યાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ ટ્રાઈબલ બેલ્ટમાં શૈક્ષણિક યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે.
વલસાડ અને ડાંગ સાંસદ સભ્ય ર્ડા. કે.સી.પટેલે જણાવ્યું હતું કે, આજે આહવા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આઝાદીના 75 વર્ષ પુરા થશે. વડાપ્રધાન દ્વારા રાજ્યમાં સૌ પ્રથમ ડાંગ જિલ્લાને 24 કલાક વિજળી ધરાવતો જિલ્લો બનાવ્યો હતો તેમજ વનબંધુઓ માટે 17 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. વનબંધુઓએ ખરેખર વિકાસ કરવો હોય તો વ્યસનોથી દુર રહેવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેકટર એન.કે. ડામોરે જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓથી ડાંગથી દાતા સુધીના આદિવાસી વિસ્તારની કાયાપલટ કરી છે. વડાપ્રધાન જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારે આદિવાસીઓનો સંપૂર્ણ વિકાસ થાય તે માટે અનેક યોજનાઓ થકી કાર્યક્રમો યોજતા હતા. 25 વર્ષ અગાઉ આદિવાસીઓની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી આજે આપણે ગ્લોબલ વોર્મિંગ તરફ જઇ રહયા છે જેની વિશ્વએ નોંધ લીધી છે. બેટી બચાવો બેટી પઢાઓ સૂત્ર દ્વારા જણાવ્યું હતું કે, આદિવાસી સમાજમાં દિકરા અને દિકરીઓનો જેન્ડર રેસીયો દર હજારે 935 છે. આ સમાજમાં બંન્ને રેસીયો અકસરખો છે.
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં પ્રધાનો હિત મહાનુભાવોએ સમાજસેવા ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરનાર આદિવાસી ભાઈઓ-બહેનોનું સન્માન કરી સ્મૃતિપત્રો અર્પણ કરાયા હતા. સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને 7/12 અને હક્કપત્રો, વન વિભાગ દ્વારા માલકી યોજનાના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મંત્રીનું સન્માન કરી સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું. વિવિધ શાળાના વિઘાર્થીઓએ લોકનૃત્યો રજુ કર્યા હતા. જ્યારે ચીંચલી,ધૂડા, બોરપાડા ગામની આદિવાસી મંડળીએ ડાંગી નૃત્ય રજુ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ પ્રસંગે કરંજ ધારાસભ્ય પ્રવિણભાઈ, ડાંગના રાજવીઓ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ બીબીબેન ચૌધરી, ધારાસભ્ય મંગળભાઈ ગાવિત, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયા, નાયબ વનસંરક્ષકઓ અગ્નેશ્વર વ્યાસ, દિનેશ રબારી, માજી પ્રમુખ બાબુરાવ ચૌર્યા, માજી ધારાસભ્ય વિજય પટેલ, ડાંગ સ્વરાજ આશ્રમના ગાંડાભાઈ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારા સહિત વિવિધ સામાજીક અગ્રણીઓ, નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.