ETV Bharat / state

ડાંગ જિલ્લાનાં મુસ્લિમ બિરાદરોએ સાદગીપુર્ણ રીતે ઘરમાં રહી ઇદની ઉજવણી કરી - Eid celebrations in Dang district

કોરોના વાઇરસનાં કહેરને લઇને ડાંગ જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ પોત પોતાનાં ઘરે જ રહી ઇદની સાદગીપુર્ણ ઉજવણી કરી હતી અને ભારત દેશ કોરોના મુક્ત બને તેવી ખુદાને ઇબાદત કરી હતી.

ડાંગ જિલ્લાનાં મુસ્લિમ બિરાદરોએ સાદગીપુર્ણ રીતે ઘરમાં જ રહી ઇદની ઉજવણી કરી

author img

By

Published : May 25, 2020, 8:58 PM IST

ડાંગઃ કોરોનાની વૈશ્વિક મહામારીનાં સંકટ વચ્ચે ડાંગ જિલ્લાનાં મુસ્લિમ બિરાદરોએ સાદગીપુર્ણ રીતે ઘરમાં જ રહી ઇદની ઉજવણી કરી હતી.

ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇ તેમજ આહવામાં વસવાટ કરતા સુન્ની મુસ્લિમ બિરાદરોએ એક મહિના સુધી સતત રોઝા રાખી અને રાત્રિના સળંગ તરાબીની નમાઝ પઢીને પુણ્યનું ભાથું બાંધ્યુ હતુ અને રોઝા પૂર્ણ થયા બાદ વૈશ્વિક મહામારી એવા કોરોના વાઇરસનાં કહેરને લઇને મુસ્લિમ બિરાદરોએ પોત પોતાનાં ઘરે જ રમઝાન ઇદની નમાઝ અદાકરી દેશમાં શાંતિ અમન અને કોરોના જેવી મહામારીમાંથી ભારત દેશ કોરોના મુક્ત બને તેવી ખુદાને ઇબાદત કરી હતી.

ડાંગ જિલ્લામાં વસવાટ કરતા સર્વે મુસ્લિમ બિરાદરોએ સરકારનાં આદેશ અનુસાર મોઢા પર માસ્ક બાંધી અને સોશિયલ ડિસ્ટનસિંગનું ચુસ્તપણે પાલન કરી એક બીજાને રમઝાન ઇદની શુભેચ્છાઓ પાઠવીને સાદગી પુર્ણ રીતે ઇદુલફિત્ર ઇદની ઉજવણી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.