- વઘઇના ખેતીવાડી કોલેજની સામે જંગલમાં કાગડાના મોત
- કાગડાના મોત બાબતે સેમ્પલ લઈ ભોપાલ લેબમાં મોકલ્યા
- કાગડાના મોતને પગલે તંત્ર દોડતું થયું
ડાંગ : જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇમાં સરકારી ખેતીવાડી શાળાની સામે જંગલ વિસ્તારમાં અચાનક 10 થી વધારે કાગડા ભેદી સંજોગોમાં મૃત્યુ પામતા સમગ્ર પંથકમાં ભારે ફેલાઇ જવા પામ્યો છે. વઘઇમાં કાગડાના ભેદી મોતના પગલે બર્ડ ફ્લૂની આશંકાએ મોત નિપજ્યા હોવાની ચર્ચાએ જોર પકડયું છે. વઘઇ ખાતે અચાનક 10 થી વધુ જેટલા કાગડાઓનું ટપોટપ ભેદી સંજોગોમાં મૃત્યુ નિપજતા ગ્રામવાસીઓ બર્ડ ફ્લૂની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. અમુક લોકોનું એવું કહેવું છે કે, જંગલ વિસ્તારમાં હજુ ઘણા કાગડાઓના મોત નીપજ્યાં છે.
કાગડાઓના ભેદી મોતને લઈને મૃત કાગડાઓના સેમ્પલ ભોપાલ મોકલવામાં આવ્યાં
કાગડાઓના મોતને લઈને તંત્ર દ્વારા ચાર મૃત કાગડાઓના સેમ્પલ ભોપાલ ખાતે મોકલી અપાયા છે. કાગડાઓના મોતનું ચોક્કસ કારણ જાણ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઘટનાને લઈને વઘઈ મામલતદાર વસાવા, RFO ડી.કે.રબારી સહિત ચિકિત્સક , પશુધન નિરીક્ષક તેમજ પશુરોગ સંશોધન એકમની ટીમ યુધ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.