ETV Bharat / state

ડાંગ આહવા ખાતે આંગણવાડી કાર્યકરોને માતા યશોદા એવોર્ડ અર્પણ કરાયા

ડાંગઃ આહવા દરબાર હોલ ખાતે સંકલિત મહિલા બાળ વિકાસ દ્વારા આંગણવાડી કાર્યકરોને માતા યશોદા એવોર્ડ વિતરણ તેમજ રૂ.35 લાખના ખર્ચે સંકલિત બાલ વિકાસ યોજના કચેરીનું લોકાર્પણ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

aahvaa
author img

By

Published : Jun 30, 2019, 5:39 AM IST

આહવા ખાતે સંકલિત મહિલા બાળ વિકાસ દ્વારા આંગણવાડી કાર્યકરોને માતા યશોદા એવોર્ડ વિતરણ તેમજ બાલ વિકાસ યોજના કચેરીનું લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વખતે આંગણવાડી કાર્યકર બહેનોને અભિનંદન આપતા પ્રમુખ બીબીબહેન ચૌધરીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાનની યોજનાને સાકાર કરવા અમારી આંગણવાડીની બહેનો દ્વારા બાળકોને પોષણક્ષમ આહાર અને ગરમ નાસ્તો નિયમિત રીતે અપાય છે. આ કામગીરીને બિરદાવવા માટે તેઓને માતા યશોદા એવોર્ડ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પોષણ અભિયાનની શરૂઆત જુલાઈ 2018થી શરૂ કરવામાં આવી હતી. ખાસ કરીને આંગણવાડીના બાળકોનું આરોગ્ય તંદુરસ્ત રહે તેમજ કિશોરીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા પોષણક્ષમ આહારનું વિતરણ કરવામાં આવે છે. આંગણવાડી બહેનો દ્વારા બાળકોને નિયમિત પોષણક્ષમ આહાર મળવાથી તેમની તંદુરસ્તીમાં વધારો થાય છે.

આહવા
આહવા ખાતે આંગણવાડી કાર્યકરોને માતા યશોદા એવોર્ડ અર્પણ કરાયા.

પ્રોગ્રામ ઓફિસર ભાનુબહેન વ્યાસે સૌને આવકારી કુપોષણ દુર કરવા આંગણવાડીના બહેનોને સરકારની યોજનાઓની જાણકારી જનજન સુધી પહોંચે તે માટે સૂચન કર્યું હતું. તેમજ પોષણ અભિયાન ડાંગ જિલ્લા કો.ઓર્ડિ. જયમિત ચૌધરીએ જણાવ્યું હતું કે, સહી પોષણ દેશ રોશનના સંકલ્પને સાકાર કરવા માટે વડાપ્રધાને આ અભિયાનની શરૂઆત કરી છે. બાળકોને તંદુરસ્ત બનાવવા માટે સુપોષણ સપ્તાહ, બાલતુલા, અન્ન પોષણ, અન્ન વિતરણ અને મમતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આ પ્રસંગે રૂ.35 લાખના ખર્ચે તૈયાર થયેલ આહવા ધટક, સંકલિત બાલ વિકાસ યોજના કચેરીનું લોકાર્પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. જિલ્લા સુપરવાઈઝર બહેનોને કુપોષિત બાળકોને નોંધણી માટેના રજીસ્ટ્રરો એનાયત કરાયા હતા. તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાની આંગણવાડી કાર્યકરોને રાજ્ય સરકાર દ્વારા રૂ.31000 અને તેડાગરને રૂ.21000 નો ચેક,પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.

જ્યારે જિલ્લા કક્ષાએ વધઈના નડગચૌંડ સેજાના આંગવાડી કાર્યકર ને રૂ.21000 અને તેડાગર ને રૂ.11000 અને આહવા- દેવલપાડા આંગણવાડી કાર્યકરને રૂ.21000 અને તેડાગરને રૂ.11000 નો ચેક અર્પણ કરાયો હતો. જે બાદ આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનોને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આહવા
આહવા

આ કાર્યક્રમમાં આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી આર.બી.ચૌધરી,પંચાયત માર્ગ અને મકાન કાર્યપાલક ઈજનેર જી.એ.પટેલ, મહિલા બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ સંમતિબહેન, આરોગ્ય વિભાગના રમેશભાઈ, જિલ્લા કો.ઓર્ડિ.સોહેલભાઈ સહિત મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Intro: ડાંગ દરબાર હોલ આહવા ખાતે આજરોજ સંકલિત મહિલા બાળ વિકાસ દ્વારા આંગણવાડી કાર્યકરોને માતા યશોદા એવોર્ડ વિતરણ તેમજ રૂા.૩૫ લાખના ખર્ચે સંકલિત બાલ વિકાસ યોજના કચેરીનું લોકાર્પણ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ બીબીબહેન ચૌધરી ના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.Body:
આંગણવાડી કાર્યકર બહેનોને અભિનંદન આપતા પ્રમુખ શ્રીમતિ બીબીબહેન ચૌધરીએ જણાવ્યું હતું કે માનનીય પ્રધાનમંત્રીશ્રીની યોજનાને સાકાર કરવા અમારી આંગણવાડીની બહેનો દ્વારા બાળકોને પોષણક્ષમ આહાર અને ગરમ નાસ્તો નિયમિત રીતે અપાય છે. આ કામગીરીને બિરદાવવા માટે તેઓને માતા યશોદા એવોર્ડ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા પોષણ અભિયાનની શરૂઆત જુલાઈ ૨૦૧૮ થી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને આંગણવાડીના બાળકોનું આરોગ્ય તંદુરસ્ત રહે તેમજ ધાત્રી માતાઓ અને કિશોરીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા પોષણક્ષમ આહારનું વિતરણ કરવામાં આવે છે. આંગણવાડી બહેનો દ્વારા બાળકોને નિયમિત પોષણક્ષમ આહાર મળવાથી તેમની તંદુરસ્તીમાં વધારો થાય છે.
પ્રોગ્રામ ઓફિસર શ્રીમતિ ભાનુબહેન વ્યાસે સૌને આવકારી કુપોષણ દુર કરવા આંગણવાડીના બહેનોને સરકારશ્રીની યોજનાઓની જાણકારી જનજન સુધી પહોંચે તે માટે સૂચન કર્યું હતું.
પોષણ અભિયાન ડાંગ જિલ્લા કો.ઓર્ડિ. શ્રી જયમિત ચૌધરીએ જણાવ્યું હતું કે સહી પોષણ દેશ રોશન ના સંકલ્પને સાકાર કરવા માટે વડાપ્રધાનશ્રીએ આ અભિયાનની શરૂઆત કરી છે. બાળકોને તંદુરસ્ત બનાવવા માટે સુપોષણ સપ્તાહ,બાલતુલા,અન્ન પોષણ,અન્ન વિતરણ અને મમતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ પ્રસંગે રૂા.૩૫ લાખના ખર્ચે તૈયાર થયેલ આહવા ધટક,સંકલિત બાલ વિકાસ યોજના કચેરીનું લોકાર્પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. જિલ્લા સુપરવાઈઝર બહેનોને કુપોષિત બાળકોને નોંધણી માટેના રજીસ્ટ્રરો એનાયત કરાયા હતા તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાની આંગણવાડી કાર્યકરોને રાજ્ય સરકાર દ્વારા રૂા.૩૧,૦૦૦ અને તેડાગરને રૂા.૨૧,૦૦૦ નો ચેક,પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. જ્યારે જિલ્લા કક્ષાએ વધઈના નડગચૌંડ સેજાના આંગવાડી કાર્યકર ને રૂા.૨૧,૦૦૦ અને તેડાગર ને રૂા.૧૧,૦૦૦ અને આહવા- દેવલપાડા આંગણવાડી કાર્યકરને રૂા.૨૧,૦૦૦ અને તેડાગરને રૂા.૧૧,૦૦૦ નો ચેક અર્પણ કરાયો હતો.ત્યારબાદ આંગણવાડી કાર્યકર,તેડાગર બહેનોને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Conclusion:આ કાર્યક્રમમાં આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીશ્રી આર.બી.ચૌધરી,પંચાયત માર્ગ અને મકાન કાર્યપાલક ઈજનેરશ્રી જી.એ.પટેલ, મહિલા બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ શ્રીમતિ સંમતિબહેન,આરોગ્ય વિભાગના રમેશભાઈ,જિલ્લા કો.ઓર્ડિ.સોહેલભાઈ સહિત મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર,તેડાગર બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.