ETV Bharat / state

ડાંગ કલેક્ટરે કોવિડ-19ની કામગીરીની સમીક્ષા બેઠક યોજી, સોશિયલ ડિસ્ટન્સ પર ચર્ચા

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે રવિવારે કલેક્ટર એન.કે. ડામોરના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારી એચ.કે. વઢવાણિયા તથા ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં કોવિડ-19 અંતર્ગત કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

Etv bharat
meeting
author img

By

Published : May 10, 2020, 9:58 PM IST

આહવાઃ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે રવિવારે કલેક્ટર એન.કે. ડામોરના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારી એચ.કે. વઢવાણિયા તથા ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં કોવિડ-19 અંતર્ગત કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

વિશ્વ વ્યાપી કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટેના સૂચનો કરતા કલેક્ટર એન.કે. ડામોરે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે ગ્રામ્ય કક્ષાએ લોકોને જાગૃત કરવા ટીમો બનાવવી જોઇએ. કોરોના વાઇરસની ગંભીરતા જોતા સોશિયલ ડિસ્ટન્સનો કડક અમલ થાય તે જરૂરી છે. વધુમાં દરેક ગામોના સરપંચો અને આગેવાનોને અનુરોધ છે કે, આપણા ગામમાં જિલ્લા કે રાજ્ય બહારથી આવનાર વ્યક્તિઓના નામની નોંધણી કરવી જોઇએ. જેથી સરકારની ગાઇડલાઇન મુજબ હોમ કવોરન્ટાઇનની સંપૂર્ણ અમલવારી કરી શકાય.

ભારત સરકારના આયુષ મંત્રાલયના જણાવ્યા મુજબ, લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે દરેક ગામે આયુષ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા માર્ગદર્શિકા મુજબ આયુર્વેદિક દવાઓનો ઉપયોગ તેમજ ઔષધિ પીવડાવવાની કામગીરી થાય તે જરૂરી છે. આ સાથે ટેકનોલોજીમાં પણ કદમ મિલાવી સરકાર દ્વારા શરૂ કરાયેલી આરોગ્ય સેતુ એપ્લીકેશન દરેક લોકો ડાઉનલોડ કરે જેથી કોરોના વાઇરસની સચોટ જાણકારી અને સલાહ દરેક લોકો સરળતાથી મેળવી શકે.

કોવિડ-19ની આ બેઠકમાં પીવાના પાણીની પરિસ્થિતિ, જિલ્લામાં ચાલતા નરેગા યોજનાના કામો, સુજલામ સુફલામ યોજના અંતર્ગત કામો, ખેતીવાડીને લગતા ખેડૂતોને અનાજ બિયારણ વિતરણ ખાતર સમયસર મળી રહે તથા તમામ લોકોને સરકાર તરફથી આપવામાં આવતા અનાજનો પુરવઠો સમયસર મળી રહે તે અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર ટી.કે. ડામોર, પ્રાંત અધિકારી કાજલબેન ગામીત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ડી.આર.અસારી, તમામ મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, ઈ.ચા.પ્રોગ્રામ ઓફિસર જિજ્ઞાશા ચૌધરી સહિત સબંધિત તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.