વાપી: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આર.આર. વેંકટપુરમ ગામમાં દક્ષિણ કોરિયાની કંપની એલ.જી.ના પોલિમર પ્લાન્ટમાં કેમિકલ ગેસ લીક થયો હતો. આ ઘટના સવારે 3:30થી સવારના સમય વચ્ચે બની હતી. સવારના પાંચ વાગ્યા સુધીમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. અત્યાર સુધી 11 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે હજારો લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, તો આ સ્ટાયરિંગ ગેસના પોલીમરાઈઝેશન માટે વાપીની કે. કે. પૂંજા સન્સ કેમિકલ કંપનીમાંથી 500 કિલો કેમિકલ વિમાન મારફતે મોકલવામાં આવ્યું છે.
વધુમાં પ્રકાશ ભદ્રાએ જણાવ્યું હતું કે, વાપીમાં અને વલસાડમાં 2 કેટેગરી વાઇઝ ઇમરજન્સી કન્ટ્રોલ કરતી ટીમ છે. જેમાં એક ઇમર્જન્સી કન્ટ્રોલ સેન્ટર છે. જ્યારે બીજું ડિપાર્ટમેન્ટ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ છે. જેના દ્વારા સમયાંતરે સેફટી નિયમન, મોકડ્રિલ, ક્લોરીન ગેસીસની કામગીરી કરવામાં આવે છે. આ માટે સેફ્ટી કીટ્સ, ટ્રેઇન્ડ સ્ટાફ ઉપલબ્ધ છે. આ ઉપરાંત VECCની કન્ટ્રોલ પેનલ પણ તૈયાર છે. વાપીમાં આવી ઘટના નહીં બને તેનો વિશ્વાસ છે અને એ ઉપરાંત પણ જો એવી કોઈ ઘટના બને તો તેને પહોંચી વળવા સક્ષમ છીએ, વાપી વાસીઓને આશ્વાસન આપ્યું હતું કે તેઓ નિશ્ચિન્ત રહે.
જ્યારે આવી ઘટના અંગે વાપીના જાણીતા તબીબ અક્ષય નાડકર્ણીએ જણાવ્યું હતું કે, વાપી માટે વિશાખપટ્ટનમ ગેસ લીક મામલો આંખ ઉઘાડનારો છે. વાપીમાં અનેક પેટ્રોકેમિકલ, ગેસ કેમિકલ સહિતના ઉદ્યોગો આવેલા છે. એટલે આપણે સુરક્ષાની તકેદારી રાખવી જરૂરી છે. ઉદ્યોગોમાં પોલ્યુશન કન્ટ્રોલ પ્રેરણાથી સુરક્ષા સાધનો પૂરતા પ્રમાણમાં રાખવા જોઈએ, ઉદ્યોગકારોએ દરેક કામદારોને ખાસ સુરક્ષા કીટ આપવી જોઈએ. ઉદ્યોગકારોએ સમજવું જોઈએ કે, પ્રોડક્શનની સાથે સાથે કર્મચારીની સુરક્ષા અતિ મહત્વનું પાસું છે.
ઉલ્લેખનીય છે કે, વાપીમાં વર્ષો પહેલા કેમિકલ બ્લાસ્ટ થઈ ચૂક્યા છે અને તેમાં અનેક કામદારોના જીવ ગયા છે. હાલમાં આવી કોઈ મોટી દુર્ઘટના વાપીમાં બની નથી અને તે માટે વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન, GPCB અને અન્ય વિભાગો સતત પ્રયત્નશીલ રહ્યાં છે. આશા રાખીએ કે, અત્યાર સુધી રાખેલી સજાગતા આગળના દિવસોમાં પણ જળવાઈ રહેશે.
Bite :- પ્રકાશ ભદ્રા, પ્રમુખ, વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન
Bite :- અક્ષય નાડકર્ણી, નિષ્ણાંત તબીબ, 21st સેન્ચ્યુરી હોસ્પિટલ