બાબા સાહેબ તરીકે ઓળખ મેળવનાર આંબેડકરે પોતાનું આખું જીવન અસ્પૃશ્યતા અને જાતિવાદ જેવા સામાજિક અન્યાય સામે સંઘર્ષમાં કરવામાં ગાળ્યુ હતુ. આ સમય દરમિયાન બાબા સાહેબ ગરીબ, દલિત અને શોષિતોના અધિકારો માટે સંઘર્ષ કરતા રહ્યા હતા. તો ચાલો તેમની 128મી જન્મ જયંતિ પર બાબા સાહેબ આંબેડકરના જીવન સાથે જોડાયેસી ખાસ વાતો.
- બાબા સાહેબ આંબેડકરનો પરિવાર મહાર જાતિ (દલિત) સાથે સંબધ રાખતો હતો, જેને અસ્પૃશ્ય માનવામાં આવતો હતો. તેમના પૂર્વજો લાંબા સમય સુધી બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સેનામાં કાર્યરત હતા. તેમના પિતા બ્રિટિશ આર્મીના મહુ છાવણીમાં સુબેદાર હતા.
- આંબેડકરનું અસલી નામ આંબાવાજેકર હતુ. આ નામ તેમના પિતાએ સ્કૂલમાં પણ નોંધાવ્યુ હતુ, પરંતુ તેમના એક શિક્ષકે તેમનું નામ બદલીને અટક 'આંબેડકર' આપી દીધુ. આ રીતે તેમનું નામ શાળાના રેકોર્ડમાં આંબેડકર તરીકે નોંધાયું હતુ.
- બાળ લગ્ન પ્રચલિત હોવાને કારણે સન્ 1906માં આંબેડકરના લગ્ન 9 વર્ષની એક છોકરી રામબાઈ સાથે કરવામાં આવ્યા હતા. ત્યારે આંબેડકરની ફક્ત 15 વર્ષ હતી.
- તેમણે 1907 માં મેટ્રિક પાસ કરી અને 1908 માં તેઓ ઍલફિંસ્ટન કૉલેજમાં પ્રવેશ લીધો. આ કૉલેજમાં દાખલ થનાર તેઓ પ્રથમ દલિત વિદ્યાર્થી હતા. 1912માં તેમણે બોમ્બે યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર અને રાજકીય વિજ્ઞાનમાંથી સ્નાતક થયા.
- 1913માં 22 વર્ષની ઉમંરે MAનો અભ્યાસ કરવા તેઓ અમેરિકા ચાલ્યા ગયા હતા. બરોડાના ગાયકવાડ શાસક સયાજીરાવ ત્રીજાના માસિક સ્કોલરશીપને કારણે તેઓ યુ.એસ.માં અભ્યાસ કરવાનુ સપનુ શક્ય બન્યુ હતું. ત્યારબાદ 1921માં તેમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી MAની ડિગ્રી લીધી.
- આંબેડકરે દલિતો પર થઈ રહેલા અત્યાચારો સામે અવાજ ઉઠાવવા માટે 'બહિષ્કૃત ભારત', 'મૂક નાયક' અને 'જનતા' નામક સાપ્તાહિક પત્ર કાઢવાનું શરૂ કર્યું. 1927થી તેમણે અસ્પૃશ્ય જાતિવાદ વિરુદ્ધ આંદોલનને તીવ્ર કરી દીધુ. મહારાષ્ટ્રના રાયગઢના મહાડમાં તેમણે સતગ્રહ પણ શરૂ કર્યો. કેટલાક લોકો સાથે તેઓ 'મનસ્મૃતિ' પ્રગટ કર્યુ હતુ. 1930 માં તેમણે કલારમ મંદિરની ચળવળ શરૂ કરી.
- 1935માં આંબેડકરને સરકારી લો કૉલેજ બોમ્બેના પ્રિંસિપાલ બનાવવામાં આવ્યા હતા. જ્યાં તેમણે 2 વર્ષ સુધી આ પદને સંભાળ્યુ હતુ.
- આંબેડકેરે 1936માં લેબર પાર્ટીની રચના કરી.
- તેમને ડ્રાફ્ટ બંધારણ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ભારતની સ્વતંત્રતા પછી તેમને કાયદા પ્રધાન બનાવવામાં આવ્યા.
- 1952માં બોમ્બે ઉત્તર બેઠકથી આંબેડકરે દેશની પ્રથમ સામાન્ય ચૂંટણી લડી હતી, પરંતુ આ ચૂંટણીમાં તેઓ હારી ગયા. તેઓ રાજ્ય સભામાંથી બે વાખત સાંસગ રહી ચુક્યા હતા.
- સંસદમાં પોતામા હિન્દુ કોડ બિલ ડ્રાફ્ટને રોક્યા બાદ આંબેડકરે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. આ ડ્રાફ્ટમાં ઉત્તરાધિકાર, લગ્ન અને અર્થતંત્રના કાયદામાં જાતિ સમાનતાની વાત કરવામાં આવી હતી.
- આંબેડકરે ભારતીય બંધારણની કલમ 370ની વિરુદ્ધ હતા, જે જમ્મુ-કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જો આપે છે.
- 14 ઓક્ટોબર, 1956ના રોજ આંબેડકર અને તેમના ટેકેદારોએ પંચશીલને અપનાવતા બૌદ્ધ ધર્મનો અંગિકાર કર્યો હતો.
- 6 ડિસેમ્બર, 1956ના દિવસે આંબેડકરનું અવસાન થયું હતુ. ત્યારબાદ 1990માં તેમના મૃત્યુ બાજ ભારતનો સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી તેમને નવાજવામાં આવ્યા હતા.