ભાવનગરઃ લોકસભા બેઠકની મતગણતરી આગામી 23 તારીખના થવાની છે. ત્યારે ભાવનગર જિલ્લા તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ભાવનગર ઈજનેરી કોલેજ ખાતે તંત્ર દ્વારા સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે. પોલીસ અને સેનાના જવાનોથી મતગણતરી સેન્ટર છવાઈ ગયું છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મત ગણતરી સેન્ટર 23 તારીખ સુધી છે.
તંત્ર મતગણતરી માટેની અન્ય કામગીરી પણ કરી રહી છે. 1226 કર્મચારીઓ મતગણતરી સહિતના કર્મચારીઓ જોડાવાના છે. તેમજ બિલ્ડીંગમાં CCTV કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે. 2005 જેટલા બુથો હતામાં ગણતરી વહેલી સવારે 23 મેંના રોજ ઈજનેરી કોલેજ ખાતે શરુ થશે.
મત ગણતરીમાં વધુમાં વધુ 23 રાઉન્ડ અને ઓછામાં ઓછા 18 રાઉન્ડ ગોઠવવામાં આવ્યા છે. મત ગણતરી 7 વિધાનસભા પ્રમાણે કરવામાં આવશે જેમાં 14 ટેબલો ગોઠવાયા છે. પ્રથમ EVM ગણતરીએ અને બાદમાં VVPADની ગણતરી કરાશે ક્ષતિ પામેલા આશની ગણતરી અંતમાં VVPADના આધારે કરવામાં આવશે.
કલેકટર દ્વારા ઇજનેરી કોલેજ તરફ આવતા રસ્તાઓને મતગણતરીના દિવસે બંધ કરી દેવામાં આવશે. જેને પગલે જાહેરનામું પણ જાહેર કરવામાં આવશે. માત્ગનાત્રી સેન્ટરમાં મીડિયા રૂમ શિવાય કોઈને ફોન લઇ જવા પર પ્રતિબંધ છે. મત ગણતરી સેન્ટર સુધી મીડિયાને પણ ફોન લઇ જવા પર પ્રતિબંધ જાહેર કરાયો છે.