ભરૂચ જિલ્લામાં કોંગ્રેસમાં મોટું ભાંગણ પડ્યું હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરથી કંટાળી શહેર પ્રમુખ, ઉપપ્રમુખ, પ્રદેશ યુવા મહામંત્રી સહિત સાત હોદ્દેદારોએ રાજીનામુ આપી દીધું છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભરૂચ જિલ્લા અને રાજ્યમાં ભાજપ અને આપ સંગઠન વધુ મજબૂત કરી રહ્યા છે. જ્યારે ગુજરાત કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ, નારાજગી, અસંતોષ ભભૂકી રહ્યો છે. છેલ્લા આઠ મહિનામાં ગુજરાત (Assembly Election 2022) પ્રદેશ કોંગ્રેસમાંથી 45 હોદ્દેદારોના નારાજગી નામાં પડી ચુક્યા છે.
આ પણ વાંચો જગદીશ ટાઇટલરની તસવીરવાળી ટી-શર્ટ પહેરીને દરબાર સાહિબ પહોંચ્યા કોંગ્રેસ કાર્યકર
25 વર્ષથી કોંગ્રેસ સાથે નાતો ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં ગુરૂવારે મોટો ભૂકંપ સર્જાયો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, પ્રદેશ યુવા મહામંત્રી નિકુલ મિસ્ત્રી, શહેર ઉપપ્રમુખ કિરણ ચૌહાણ, ખજાનચી કિરણ પરમાર, જિલ્લા યુથ કોંગ્રેસના રાધે પટેલ, કિશોરસિંહ અને રાકેશ ગોહિલે પક્ષના સભ્ય અને હોદા પરથી રાજીનામાં ધરી દીધા છે. ગુરૂવારે સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ શહેર પ્રમુખ સહિત સાતે હોદેદારોએ 25 વર્ષથી કોંગ્રેસ સાથે રહેલો સાથ છોડ્યાની (Leaders resigned from Congress) સત્તાવાર જાહેરાત કરી હતી.
જગદીશ ઠાકોરથી કંટાળ્યા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરથી કંટાળી તેઓ પક્ષમાંથી રાજીનામુ આપતા હોવાની હૈયાવરાળ ઠાલવી હતી. સાથે જ આગામી સમયમાં ક્યાં રાજકિય પક્ષમાં જોડાશે તેની પણ સત્તાવાર જાહેરાત કરશે તેમ જણાવ્યું હતું. કોંગ્રેસ પાર્ટીમાં હવે માન સન્માન જળવાતું નહિ હોવાના પણ આક્ષેપ કરાયા હતા. દિલ ઉપર ચોટ લાગતા નારજગીનામું આપી દીધું હોવાની કેફિયત વ્યક્ત કરી હતી. પ્રદેશ પ્રમુખ એક જ વાત કરતા હતા જેને રહેવું હોય તે કોંગ્રેસમાં રહે બાકી જતા રહે.
આ પણ વાંચો 22 વર્ષથી ગુજરાતમાં કુશાસન, સરકારની કાયદો અને વ્યવસ્થા એળેે ગઈ: ગેહલોત
નિર્ણય શક્તિનો અભાવ ભરૂચ પાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ કામગીરી કરનાર સામે કાર્યવાહીની જગ્યાએ છાવરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો. કોંગ્રેસમાં પ્રદેશ કક્ષાએ નિર્ણય શક્તિ અને સંગઠનનો અભાવ હોવાનો પણ મત વ્યક્ત કરાયો છે. શહેર કોંગી પ્રમુખ વિક્કી શોખી 25 વર્ષથી એક કોંગ્રેસમાં જોડાયેલા હતા અને આ તેમની બીજી ટર્મ હતી. Gujarat Assembly Election 2022 Bharuch resigns from Congress Leaders resigned from Congress