ભરૂચઃ ભરૂચમાં ધીમે ધીમે કોરોનાને કેસ વધી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં ગુરુવારે કોરોનાના 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 31 દર્દીને રજા અપાઈ છે. આ સાથે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 2477 પર પહોંચી છે.
ભરૂચ જિલ્લામાં વધુમાં વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે તંત્રના ચોપડે કોરોનાના કારણે 29 દર્દીના મોત થયા છે. જ્યારે સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં વદુ 2 દર્દીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. કોવિડ સ્મશાનમાં અત્યાર સુધીમાં 341 દર્દીના અંતિમ સંસ્કાર કરવામાં આવી ચૂક્યા છે.