આજના યુગમાં મોટાભાગના વિદ્યાર્થીઓ સરકારી પરીક્ષાઓ પાસ કરવા તેમજ સરકારી નોકરી મેળવવા માટે દોડધામ કરતા હોય છે, ત્યારે આજના યુગમાં લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકારી નોકરી માટે પરીક્ષાઓ પાસ કરવાની મુંજવણમાં હોય છે. તે ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પાસ કરવા માટે વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પાસ કરવાની હોય છે.
આ પરીક્ષાઓ પાસ કરતા વખતે વિદ્યાર્થીઓ ભારે મૂંઝવણમાં હોય છે, ત્યારે ડીસા આદર્શ વિદ્યા સંકુલ ખાતે હમ હોગે કામયાબ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વક્તા તરીકે ગુજરાત સરકારના અધિકારી અને ગુજરાતી વાર્તા આજનીના લેખક શૈલેષ બારૈયાંની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ તેના પર ખાસ વક્તવ્ય આપવામાં આવ્યું હતું જેમાં આદર્શ વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં આગળ વધવા માટે ભગવાન પર વિશ્વાસ રાખો, પોતાનો ધ્યેય નક્કી કરો, સતત પરિશ્રમ કરો, પોતાની જાતને ઓળખો જેવા ચાર મંત્રો આપવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહી વકતા શૈલેશ સગપરીયાનું પ્રવચન સાંભળ્યું હતું.