ETV Bharat / state

ડીસામાં રક્ષાબંધન પહેલા આરોગ્ય વિભાગના મીઠાઈના ગોડાઉન પર દરોડા

બનાસકાંઠા જિલ્લામાં પણ તહેવારો પર વેચાતી મીઠાઈ કેટલી શુદ્ધ અને આરોગ્યપ્રદ છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. જોકે અહીં પણ અન્ય જિલ્લાઓની જેમ ભેળસેળયુક્ત, સ્વચ્છતા વિહીન અને એક્સ્પાયર થઇ ગયેલા ચીજવસ્તુઓની મીઠાઈ બનાવતા હોવાનું જાણવા મળ્યું છે.

આરોગ્ય વિભાગના મીઠાઈના ગોડાઉનો પર દરોડા
આરોગ્ય વિભાગના મીઠાઈના ગોડાઉનો પર દરોડા
author img

By

Published : Jul 31, 2020, 7:37 PM IST

બનાસકાંઠા: રક્ષાબંધન પર્વને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે બહેન પોતાના ભાઈની કલાઇ પર રાખડી બાંધી મોં મીઠું કરાવતી હોય છે અને તેમાં પણ ખાસ કરીને મીઠાઇ ખવડાવી ભાઈના લાંબા આયુષ્ય માટેની પ્રાર્થના કરે છે, પરંતુ બહેન જે મીઠાઈ ખવડાવે છે તે મીઠાઈ આરોગ્ય માટે કેટલી ફાયદાકારક છે તે કહેવુ મુશ્કેલ છે.

મીઠાઈનું ગોડાઉન
મીઠાઈનું ગોડાઉન

કારણ કે બનાસકાંઠા જિલ્લામાં બનતી મોટાભાગની મીઠાઈના કારખાનાઓમાં સ્વચ્છતાનો સ્પષ્ટ અભાવ જોવા મળે છે. ડીસામાં આવેલા મીઠાઈના ગોડાઉન ઉપર જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં એક તો સ્વચ્છતાનો સદંતર અભાવ મિઠાઇ બનાવતી ફેકટરીમાં જોવા મળ્યો હતો. આ સિવાય અહીં કામ કરતા મજૂરો પણ કોઈપણ પ્રકારનું માસ્ક, એપ્રોન, માથા પર કેપ કે કોઈપણ પ્રકારની સેફ્ટીના સાધનો સિવાય કામ કરી રહ્યા હતાં. એટલું જ નહીં અહીં જે ખાદ્ય સામગ્રીને ભેળવીને મીઠાઈ બનાવવામાં આવી રહી હતી તેમાં પણ મચ્છરો અને માખીઓ જોવા મળી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

મીઠાઈનું ગોડાઉન
મીઠાઈનું ગોડાઉન

જિલ્લામાં એક તરફ કોરોના તેનો કહેર વરસાવી રહ્યો છે અને 850 કરતા પણ વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ બનાસકાંઠા જિલ્લામાં નોંધાયા છે. રોજ 30થી 40 જેટલા નવા દર્દીઓ સામે આવી રહ્યા છે. તેવામાં બજારની અંદર શો વાળી દુકાનોમાં કેટલી હલકી ગુણવત્તાવાળી મીઠાઈ વિચારી રહ્યા છો તે આ દ્રશ્ય પરથી સ્પષ્ટ જણાઈ આવે છે. ગ્રાહકો પાસેથી મોં માગ્યા નાણાં વસૂલી તેઓના સ્વાસ્થ્યને હાનિકારક એવી મીઠાઈ પધરાવી દેવામાં આવે છે.

મીઠાઈનું ગોડાઉન
મીઠાઈનું ગોડાઉન

ડીસાની બજારમાં 400 રૂપિયાથી 1000 રૂપિયા સુધી કિલો મીઠાઈ મળે છે, પરંતુ તેના બદલામાં મીઠાઈના વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર બીમારી નોતરી શકે તેવી મીઠાઈઓ વેચે છે. ડીસામાં મોટાભાગની મિઠાઇ બનાવતી ફેક્ટરીમાં કોઈ જ સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવતું નથી. એક અંદાજ મુજબ બનાસકાંઠા જિલ્લાની અંદર 600થી પણ વધુ મીઠાઈના ગોડાઉનો આવેલા છે. જ્યાં આ રીતે જ મીઠાઇ બનાવાય છે. આરોગ્ય વિભાગ વારે તહેવારે આવા આરોગ્ય સાથે ચેડા કરતા તત્વોની તપાસ કરી તેમની સામે કાર્યવાહી કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.