છેલ્લા એક મહિનાથી રાહ જોવડાવ્યા બાદ આખરે છેલ્લા પાંચ દિવસથી સમગ્ર ગુજરાતમાં બીજા રાઉન્ડમાં વરસાદે ધમાકેદાર શરૂઆત કરી દીધી છે અને ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનમાં પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભારે વરસાદ વરસી રહ્યો છે અને નવ ઈંચ જેટલો વરસાદ ખાબકતા વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું.માઉન્ટ આબુમાં નાના-મોટા તમામ ઝરણાઓમાં પાણી ખળખળ વહેતો થઈ ગઈ છે, ત્યારે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે તેનું પાણી બનાસકાંઠાની નદીઓમાં આવી રહ્યું છે.
બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદીમાં પાણી બે કાંઠે વહેવા લાગતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે સીપુ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હાલ સીપુ નદીમાં 20 હજાર ક્યુસેક નવા પાણીની આવક શરૂ થઈ ગઈ છે એટલે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય ત્રણ જળાશયોમાંથી સીપુ ડેમમાં પાણીની આવક શરૂ થઇ જતાં ત્રણ ફૂટ પાણી પછી શેર જતી જિલ્લાવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો.